HomeGujaratRobbery At Pet Shop : વાપી હાઇવે પર પેટ શોપમાં તસ્કર ત્રાટક્યા,...

Robbery At Pet Shop : વાપી હાઇવે પર પેટ શોપમાં તસ્કર ત્રાટક્યા, 50 હજારથી વધુ રોકડા અને 2 મોબાઈલની ચોરી – India News Gujarat

Date:

Robbery At Pet Shop : ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. સીસીટીવી ફૂટેજમાં બે તસ્કરો ચોરી કરતા દેખાયાં.

50,000 થી વધુની રોકડ રકમની ચોરી

ઔધોગિક નગરી વાપીમાં કડકડતી ઠંડીમાં પણ તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આ વખતે તસ્કરોએ વાપી હાઇવે પર આવેલી એક પેટ શોપને નિશાન બનાવી હતી. અને અંદરથી 50,000 થી વધુની રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા.

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

  • વલસાડ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય અને પોલીસ પેટ્રોલિંગ ની પોલ ખોલી રહ્યા હોય એમ એક પછી એક ચોરીની ઘટના સામે આવી રહી છે.
  • જેમાં વધુ એક ઘટનામાં તસ્કરોએ પેટ શોપને નિશાન બનાવ્યાંનુ સામે આવ્યું છે. અને આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
  • બનાવની વિગત મુજબ વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આવેલી મધર્સ પેટ કેર નામન શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી.
  • ચોર ઇસમોએ શોપની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનના ખૂણે ખૂણે ફરી અને અંદાજે 50 હજારથી વધુ રૂપિયાની રોકડ રકમ.
  • અને બે મોબાઈલની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Robbery At Pet Shop : એક ચોર અગાઉ બે દિવસ માટે આ શોપમાં નોકરીએ લાગ્યો

  • સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ 2 તસ્કરો ચોરી કરતા દેખાઈ રહ્યા છે.
  • બેમાંથી એક ચોર અગાઉ બે દિવસ માટે આ શોપમાં નોકરીએ લાગ્યો હતો ને ત્યારબાદ તેને નોકરી છોડી દીધી હતી.
  • સવારે ચોરી થઇ હોવાની જાણ થતા જ શોપ માલિકે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.
  • અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી.
  • અત્રે ઉલ્લેખનીય છે કે સીસીટીવીમાં દેખાતા તસ્કરો માંથી એક અગાઉ આજ શોપમાં બે દિવસ નોકરી કરી ગયો હતો.
  • અને ત્યાર બાદ આ ચોરીની ઘટનાને અંજામ આપતા હવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી તસ્કરોને પકડવા પ્રયાસો શરૂ કર્યા છે.

તમે આ પણ વાચી શકો છો :

Parliament Election-2024: શું સોનિયા ગાંધી તેલંગાણામાંથી લોકસભા ચૂંટણી લડશે?

તમે આ પણ વાચી શકો છો :

Modi on Nehru: નેહરુ અને ઈન્દિરા પર નિશાન સાધ્યું

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories