HomeGujaratRising of Vegetable Price-શાકભાજી ના ભાવમા વધારો-India News Gujarat

Rising of Vegetable Price-શાકભાજી ના ભાવમા વધારો-India News Gujarat

Date:

Rising of Vegetables Price-:  શાકભાજીના ભાવો વધતા લોકોને કઠોળ ખાવાના દિવસો આવ્યા-India News Gujarat

  • આ વખતના ભાવ અતિશય વધ્યા છે(Rising of Vegetable Price) અને એટલે જ ગરીબ , લોઅર મિડલ ક્લાસના પરિવારોને પોષાય નહીં તેટલા ભાવ થઇ ગયા છે .
  • સામાન્ય પરિવારો હાલ શાકભાજીને (Vegetables) બદલે તેમના ભોજનમાં કઠોળ કે ડુંગળી બટાકાનો વધુ ઉપયોગ કરીને આ સમયગાળો કાઢી નાંખતા હોય છે .
  • હજુ તો ઉનાળાની(Summer ) સીઝનની શરૂઆત થઇ છે ત્યાં તો સુરતના હોલસેલ રિટેલ શાકભાજી માર્કેટોમાં લીલોતરી શાકભાજીના(Vegetables )  ભાવો ગરમીના પારાથી પણ વધારે દઝાડી રહ્યા છે .
  • આજે એનર્જી ડ્રિંક ગણાતા લીંબુનો ભાવ અભૂતપૂર્વ રીતે કિલોના રૂ . 200 બોલાય રહ્યો છે .
  • એવી જ રીતે કાંદા , બટાકા , કોબીજ , ફ્લાવરને બાદ કરતા મોટા ભાગના શાકના(Vegetables) ભાવ લઘુત્તમ રૂ100 થઇ ગયા છે .

Rising of Vegetables Price: એપીએમસી માર્કેટ (APMC Market) માં શું હાલ છે?

  • શાકભાજીના (Vegetables) વધેલા ભાવો માટે ઓછી ઉપજ ઉપરાંત વાહનવ્યવહાર ખર્ચમાં વધારો તથા અન્ય કારણો ગણાવાય રહ્યા છે .
  • શહેરમાં શાકભાજીનો(Vegetables) હોલસેલ વેપાર પૂણા કુંભારીયા સ્થિત એપીએમસી માર્કેટમાંથી થાય છે .
  • એપીએમસી માર્કેટમાં (APMC Market) હાલ ઉનાળાના (Summer) આરંભે જ અમુક પ્રકારના લીલોતરી શાકની જે આવક થતી હતી તેટલી થતી નથી તેના કારણે લીલા શાકભાજી(Vegetables) ના ભાવો ગરમીના પારા કરતા પણ વધુ ચઢી ગયા હોવાનું જણાય રહ્યું છે .
  • હોલસેલ માર્કેટમાં હાલ ફક્ત કોબીજ , ફ્લાવર અને કાંદા – બટાકા આ ચારને બાદ કરતા બાકીના તમામ શાકભાજીના(Vegetables) ભાવો એટલી હદે વધી રહ્યા છે કે ખુદ વેપારીઓ પરેશાનીમાં મૂકાય ગયા છે

Rising of Vegetables Price- વેપારી આ અંગે શું કહે છે?

  • શહેરના સિટીલાઈટ વિસ્તારમાં શાકભાજી(Vegetables)નો વેપાર કરતા લિયાકતભાઈ ટામેટાવાલા કહે છે કે શહેરમાં સૌથી વધુ ભાવ સિટી લાઇટ ઘોડદોડ રોડની માર્કેટોમાં હોય છે , અહીંના ગ્રાહકોને પણ હવે શાકભાજીના(Vegetables) ભાવ મોંઘા લાગવા માંડ્યા છે , જે રીતે ફેબ્રુઆરી માસમાં શાકભાજીનો(Vegetables) ઉપાડ હતો તેટલો ઉપાડ માર્ચમાં નથી થઇ રહ્યો .
  • એપીએમસી માર્કેટમાં (APMC Market) હોલસેલ શાકભાજીનો (Vegetables) વેપાર કરતા નિકેશભાઇ કહે છેકે દર વર્ષે આ સીઝનમાં શાકભાજીના (Vegetables) ભાવ વધે છે પણ આટલા બધા વધ્યા નથી ઉલ્ટાનું કોરોના પેન્ડેમિક અને લોકડાઉન હતું .
  • ત્યારે પણ હાલના જેટલા શાકભાજીના (Vegetables) ભાવ વધ્યા નથી .
  • આ વખતના ભાવ અતિશય વધ્યા છે અને એટલે જ ગરીબ , લોઅર મિડલ ક્લાસના પરિવારોને પોષાય નહીં તેટલા ભાવ થઇ ગયા છે .
  • સામાન્ય પરિવારો હાલ શાકભાજીને (Vegetables) બદલે તેમના ભોજનમાં કઠોળ કે ડુંગળી બટાકાનો વધુ ઉપયોગ કરીને આ સમયગાળો કાઢી નાંખતા હોય છે .
  • એપીએમસી માર્કેટમાં(APMC Market) હાલ શાકભાજીની (Vegetables)આવક પણ ઓછી થઇ રહી છે. આ ઉનાળામાં કઠોળ ખાઈને દિવસો પુરા કરવા પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.

તમે પણ આ વાંચી શકો છો –

Diamond Industry : હીરાની નિકાસમાં 18 ટકાનો વધારો

તમે પણ આ વાંચી શકો છો –

Meeting for BOARD EXAM in Surat SMC : બોર્ડ પરીક્ષાને લઈ અગત્યની મિટિંગ યોજાઈ

 

SHARE

Related stories

Latest stories