Ring Road બ્રિજ 2 મહિના માટે બંધ -INDIA NEWS GUJARAT
Ring Roadના ડો. આંબેડકર ફલાય ઓવરના રિપેરીંગનું મુહૂર્ત આખરે નિકળ્યું છે. બુધવારથી તારીખ 9 માર્ચથી 8 મે સુધી Ring Road બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી Ring Road બ્રિજ બંધ કરવા માટે મથામણો ચાલી રહી હતી.
-LATEST NEWS
બ્રિજ નીચેનો રોડ ચાલુ રહેશે- પાર્કિંગ નહીં થાય -INDIA NEWS GUJARAT
Ring Roadટેક્સટાઇલ માર્કેટનો બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જાહેરનામું બહાર પાડી દીધું છે. બ્રિજ બંધ રહેનાર હોવાથી નીચેના રોડ ઉપર ટ્રાફિકનું ભારણ વધશે. જેથી Ring Roadબ્રિજની બંને તરફે આવેલા રોડ પર કોઇપણ પ્રકારના વાહનો ઉભા રાખવા અને પાર્કિંગ કરવા તેમજ માલસામાનનું લોડીંગ-અનલોડીંગ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે. Ring Road બ્રિજનું રિપેરીંગ કામ ચાલુ થનાર હોવાથી વાહનચાલકોએ બ્રિજની નીચેના બંને તરફ આવેલા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. વૈકલ્પિક માર્ગ તથા ટ્રાફિક પરિવહનમાં સરળતા રહે તે માટે અડાજણ તરફથી રેલવે સ્ટેશન તરફ જતા વાહન ચાલકોએ કાલથી અડાજણથી વેડ દરવાજા તરફ જતા ચંદ્રશેખર આઝાદ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરાંત ઉધના દરવાજાથી ખરવર નગર જંકશન થઇ કેનાલ બીઆરટીએસ રૂટનો ઉપયોગ કરી કામરેજ તરફ જવાનું રહેશે. -LATEST NEWS
બ્રિજના 800 બેરિંગ બદલવા સહિતની મરામત કરાશે -INDIA NEWS GUJARAT
એવું પણ જાણવા મળ્યું છે કે 22 વર્ષ જુના બ્રિજની બેરીંગ ખરાબ થઇ જતાં રિપેર કરવાની આવશ્યકતા ઉભી થઇ હતી. 800 જેટલી બેરીંગ બદલવાની કામગીરી હાથ ધરાશે. 15 કરોડના ખર્ચે બ્રિજને રિપેરીંગ કામ કરવામાં આવશે.
-LATEST NEWS
આ પણ વાંચી શકો છોઃ Women’s Day: મહિલા દિવસે જ આશા વર્કરોનું વિરોધ પ્રદર્શન
આ પણ વાંચી શકો છોઃ Agriculture News : Farmers આધુનિકતા તરફ વધ્યા