Ring Roadની પાંચ દુકાનોમાં સાડીનો જથ્થો બળીને રાખ- India News Gujarat
સુરત શહેરના Ring Road રિંગરોડ પર આવેલી કોહીનૂર ટેક્સટાઇલ માર્કેટના બીજા માળ પર આવેલી એક કાપડની દુકાનમાં આજે સવારે આગ લાગી હતી. આગને કારણે Ring Road માર્કેટ વિસ્તારમાં દોડધામ મચી હતી. જો કે, સવારના સમયે આગ લાગતા Ring Road વિસ્તારમાં લોકોની અવર જવર ઓછી હતી જેથી કોઇને પણ ઇજા કે જાનહાની થઇ ન હતી. બનાવ અંગે જાણ થતા ફાયર બ્રીગેડના લાશ્કરો ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. સુરતના Ring Road પર આવેલી કોહીનુર ટેક્સટાઇલ માર્કેટના બીજા માળ પર આવેલી દુકાન નંબર 1551થી 1556 સુધીની છ દુકાનમાં આજે સવારે અચાનક શોટ સર્કિટથી આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ થતા ફાયર સ્ટેશનના લાશ્કરો ફાયર ફાઇટર સાથે દોડી ગયા હતા. Rinf Road કોહીનૂર માર્કેટ ખાતેની આ દુકાનની આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, સવારે સાડા આઠ વાગ્યાનો સમય હોવાથી Ring Road વિસ્તારમાં લોકોની અવર જવર ઓછી હતી જેના કારણે કોઇને પણ ઇજા કે જાન હાની થઇ ન હતી. ફાયરના લાશ્કરોએ ભારે જહેમત બાદ કોહીનૂર માર્કેટના બીજા માળ પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, તેમ છતા આગને કારણે આ દુકાનમાં અને તેના માળિયાઓમાં મુકેલી સાડીનો મોટો જથ્થો બળીને રાખ થઇ ગયો હતો. આ સિવાય આસ પાસની દુકાનોમાં પણ સાડી તેમજ ડ્રેસ મટીરીયલ્સના જથ્થાને આગ પાણીથી નુકસાન થયું હતું.- India News Gujarat
Ring Road આગની ઘટના અંગે જાણ થતા છ ફાયર સ્ટેશનનો કાફલો દોડી ગયો- India News Gujarat
Ring Road પર આવેલી કોહીનૂર માર્કેટમાં લાગેલી આગ અંગે કોલ મળતાની સાથે જ સુરતના મજુરા, ઘાંચીશેરી, નવસારી બજાર, કતારગામ અને ડુંભાલ સહિતના ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ફાયર વિભાગના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.- India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-જુવો Video SMC staffને આખલાએ પરસેવો પડાવ્યો