HomeGujaratReview Meeting : વન વિભાગના અધિકારીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ :...

Review Meeting : વન વિભાગના અધિકારીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ : INDIA NEWS GUJARAT

Date:

વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વન વિભાગના અધિકારીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

સાગ, ખેર જેવા અનામત વૃક્ષો માટે ચોક્કસ એમ.એસ.પી. નક્કી કરીને ખેડુતોને પોષણક્ષમ ભાવો મળે રહે તે દિશામાં નીતિ ધડવામાં આવશેઃ વનમંત્રી

INDIA NEWS GUJARAT : વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મધ્ય અને દક્ષિણ ગુજરાત વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
અડાજણ ખાતે આવેલી વન વિભાગની કચેરીમાં આયોજીત બેઠકમાં વનવિભાગ દ્વારા અનામતકક્ષાના સાંગ, ખેર જેવા વૃક્ષો જે રેવન્યુ વિસ્તારમાં આવેલા છે જેના કટિંગ માટે ખેડુતો દ્વારા પરવાનગી મેળવવા માટે થતા વિલંબમાં ધટાડો કરી શકાય તે માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાગ, ખેર જેવા અનામત વૃક્ષો માટે ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે લાકડાની એમ.એસ.પી. નક્કી કરવા અંગેની પોલીસી બનાવીને વનવિભાગ દ્વારા જ તેની ખરીદી કરવા ગહન ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રીએ કહ્યું કે, રેવન્યુ વિસ્તારમાં ખેડુતોની માલિકીના વૃક્ષો અંગે એમ.એસ.પી. નક્કી થશે તો તેઓને પોષણક્ષમ ભાવો મળી રહેશે. જો ખેડુતોને પોતાના વૃક્ષોના સારા ભાવો મળશે તો તસ્કરી જેવી પ્રવૃત્તિઓ પર પણ રોક આવશે. આ તકે મંત્રીએ તાજેતરમાં માંડવી ખાતે ખેરના લાકડાની તસ્કરી અંગેનું આંતરરાજય રેકેટ પકડી પાડવાનું કાર્ય વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જે બદલ ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. એક પેડ મા કે નામ જેવા અભિયાનોમાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે મંત્રીએ માહિતી મેળવી હતી.


INDIA NEWS GUJARAT : બેઠકમાં સુરતના મુખ્ય વન સંરક્ષક ડો.શશીકુમાર, વલસાડના મુખ્ય વન સંરક્ષક મનિશ્વર રાજા, સુરતના નાયબ વન સંરક્ષક આનંદકુમાર, નાયબ વન સંરક્ષક સચીન ગુપ્તા, તાપી-વ્યારાના નાયબ વન સંરક્ષક પુનિત નૈયર તથા અન્ય મધ્ય ગુજરાતના નાયબ વન સંરક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories