HomeGujaratResident Of Surat Died In Russia : રશિયા-યુક્રેન યુદ્ધનો મામલો, સુરતના હેમીલનું...

Resident Of Surat Died In Russia : રશિયા-યુક્રેન યુદ્ધનો મામલો, સુરતના હેમીલનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત – India News Gujarat

Date:

Resident Of Surat Died In Russia : સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાનજોધ પુત્રનું મોત. રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો. હેમીલ હેમીલના મૃતદેહને સુરત લાવવા પિતા અને કાકા હતા મુંજવણમાં.

કેટલાય નિર્દોષ લોકો નો ભોગ લેવાય રહ્યો

કેટલાય સમય થી રશિયા યુક્રેન યુદ્ધ વિશ્વ ભરમાં ચર્ચનો વિષય બન્યો છે. અને કેટલાય દેશો દ્વારા મધ્યસ્થી કરવા છતાં બન્ને દેશો યુદ્ધ પૂર્ણ કરવાના મૂડમાં નથી લાગી રહ્યા. જ્યારે યુદ્ધ માં કેટલાય નિર્દોષ લોકો નો ભોગ લેવાય રહ્યો તેમ કેટલાક ભારતીયોનો પણ ભોગ લેવાય રહયો છે.

Resident Of Surat Died In Russia : યુવકનું યુક્રેનના ડ્રોન હુમલા દરમ્યાન મોત નીપજ્યું

રશિયા યુક્રેન યુદ્ધમાં કેટલાક ભારતીયો પણ મોતને ઘાટ ઉતરતા આવતા હોવાની હકીકત બહાર આવતા સરકાર દ્વારા તમામ રશિયામાં રહેતા ભારતીયોને યુદ્ધથી દુર રેહવાની ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે ગત સપ્તાહમાં સુરતનાં હેમિલ નામક યુવકનું યુક્રેનના ડ્રોન હુમલા દરમ્યાન મોત નીપજ્યું છે.. રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો હેનીલ મૂળ સૌરાષ્ટ્ર વાસી પટેલ પરિવારનો યુવાન છે.. વિદેશ મંત્રાલયે 25 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે- રશિયન આર્મીમાં ભરતી થયેલા ઘણા ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યાંની સેનાએ તેમને મુક્ત કર્યા છે. યુદ્ધ લડવા માટે યુક્રેન મોકલવામાં આવેલા એક ભારતીયનાં મોત બાદ મંત્રાલયનું આ નિવેદન આવ્યું છે.

દરેકને 40 થી 50 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા

રશિયામાં નોકરી અપાવવાના બદલામાં એજન્ટોએ વાયદો કર્યો હતો કે રશિયામાં દરેક વ્યક્તિને દર મહિને એક લાખથી દોઢ લાખ રૂપિયા મળશે. બાદમાં પગાર વધુ વધશે. તાલીમ દરમિયાન દરેકને 40 થી 50 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. ભારત સરકાર આ મુદ્દે રશિયા સાથે વાત કરી રહી છે. ભારતની એમ્બેસી પણ આ બાબતને ગંભીરતાથી જોઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નોકરી માટે રશિયા ગયેલા ઘણા ભારતીયો હાલમાં યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યા છે.

Resident Of Surat Died In Russia : રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીએ હેમીલના પરિવારનો સંપર્ક કર્યો

મોત નિપજનાર હેમીલનાં મૃતદેહને પરત સુરત લાવવા તેના પિતા અને કાકા મૂંઝવણમાં હતા.. બન્ને એ હેમીલનો મૃતદેહ લેવા રશિયા જવા માટે જાતે જ તૈયાર થયા અને તેમને વિઝા પણ મૂકી દીધા હતા અને હેમીલનો મૃતદેહ પરત લાવા પરિવારએ તંત્રનો સંપર્ક કર્યો હતો.. રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીએ હેમીલના પરિવારનો સંપર્ક કર્યો ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું કે મૃતદેહ સુરત હેમીલના પરીવાર સુધી પહોંચાડવામાં આવશે જો કે હજુ કોઈ ફાઈનલ ડેટ આપવામાં આવી નથી.

તમે આ પણ વાંચી સકો છો :

Semiconductor: હવે ભારતમાં બનશે સેમિકન્ડક્ટર ચિપ્સ, મોદી સરકારે આપી મંજૂરી

તમે આ પણ વાંચી સકો છો :

PM Surya Ghar Scheme: એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે

SHARE

Related stories

Latest stories