HomeGujaratReserve Bankના ગુજરાત રિજીયનના અધિકારીઓ દ્વારા બેન્કીંગ પ્રશ્નો અંગે  ઉદ્યોગકારો સાથે બેઠક-...

Reserve Bankના ગુજરાત રિજીયનના અધિકારીઓ દ્વારા બેન્કીંગ પ્રશ્નો અંગે  ઉદ્યોગકારો સાથે બેઠક- India News Gujarat

Date:

Reserve Bankના ગુજરાત રિજીયનના અધિકારીઓ દ્વારા બેન્કીંગ પ્રશ્નો અંગે  ઉદ્યોગકારો સાથે બેઠક- India News Gujarat

Reserve Bank ઓફ ઇન્ડિયાની ગુજરાત રિજીયોનલ ઓફિસના અધિકારીઓ દ્વારા  હોટલ ઓરેન્જ મેગા સ્ટ્રકચર, મગદલ્લા સર્કલ, ડુમસ રોડ, સુરત ખાતે બેંકરો તથા ઉદ્યોગકારો સાથે એમએસએમઇ ઉદ્યોગોના પ્રશ્નો સંદર્ભે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Reserve Bankના અધિકારીઓ સહિત સરકારી બેંકો તથા કો–ઓપરેટીવ બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા હાજર રહયા હતા. – India News Gujarat

Reserve Bankના અધિકારીઓને આ પ્રશ્નો રજૂ કરાયા — India News Gujarat

Reserve Bankના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી કે, હાલમાં બેંકો દ્વારા સીસી લોન અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે ર ટકા ટ્રાન્સફર ચાર્જિસ લગાવવામાં આવે છે. આને નાબૂદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

– Reserve Bankના અધિકારીઓને કેન્દ્ર સરકારની સીજીટીએમએસસી લોન અને ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમને યુનિફોર્મલી અમલમાં લાવવામાં આવે તે અંગે રજૂઆત કરાઇ હતી.

– Reserve Bankના અધિકારીઓને રજૂઆત કરાઇ હતી કે, હાલમાં ડિજીટલ ટ્રાન્ઝેકશન વધી રહયા છે અને ભારત સરકાર પણ ડિજીટલ પેમેન્ટ કરવાનો આગ્રહ રાખી રહી છે એવા સંજોગોમાં ડિજીટલ પેમેન્ટનો જે ખર્ચ લાગે છે એ ઘણો ઉંચો હોય છે. જેને કારણે ઘણા રિટેલર તેઓના ત્યાં ક્રેડીટ કાર્ડથી પેેમેન્ટ લેવાની સિસ્ટમ ચાલુ કરી શકતા નથી. આથી ડિજીટલ ટ્રાન્ઝેકશનનો કોસ્ટ ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

–Reserve Bankના અધિકારીઓ સમક્ષ રિટેલ એમએસએમઇને ક્રેડીટ રેટીંગ ક્રાઇટેરીયામાં આંશિક છુટ આપવાની માંગ કરવામાં આવી હતી.

– Reserve Bankના અધિકારીઓને એવુ પણ જણાવાયું હતું કે, છેલ્લા ઘણા વખતથી ટ્રાવેલ એજન્ટો ફોર્મલ બેન્કીંગ ચેનલમાં આવી શકયા નથી. કારણ કે, તેઓને એમએસએમઇ ગણવામાં આવતા નથી. આ ઉપરાંત લોન માટે તેઓ નેગેટીવ સેકટરમાં ગણાય છે. આથી ટ્રાવેલ એજન્ટની વ્યાખ્યા સ્પષ્ટ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

-Reserve Bankના અધિકારીઓ સાથેની ઉપરોકત બેઠકમાં ચેમ્બર દ્વારા કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે અધિકારીઓ તરફથી સકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો હતો. – India News Gujarat

ઉદ્યોગોના પ્રશ્ને ચેમ્બર અગ્રેસર રહે છે – – India News Gujarat

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શહેરના વેપાર ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા માટે આ પ્રકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંકલન સાધીને તેના નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવે છે. ચેમ્બરના આ પ્રયાસોને કારણે જ ઉદ્યોગોને સતાવતી સમસ્યાઓનું સમાધાન શક્ય બને છે અને ઉદ્યોગકારોને મોટી રાહત મળે છે. – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Gautam Adani ની કંપનીના આ 9 રૂપિયાના શેરે રોકાણકારોના 1 લાખને બનાવી દીધા 2 કરોડ

આપ આ પણ વાંચી શકો છોઃ-Stock Exchange : રોકાણકારોના 6.5 લાખ કરોડ એક જ દિવસમાં ડૂબ્યાં

SHARE

Related stories

Latest stories