RBIના એકઝીકયુટીવ ડિરેકટરે ઉદ્યોગકારોને ‘ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઇન ઇન્ડિયન રૂપીઝ’વિષે વિસ્તૃત માહિતી આપી-India News Gujarat
RBIના મુંબઇના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર ડો.દીપક કુમારે ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વેબેકસના માધ્યમ થકી ‘ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઇન ઇન્ડિયન રૂપીઝ’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. RBIના ડો. દીપક કુમારે ઉદ્યોગકારોને તા. ૧૧ જુલાઇના રોજ બહાર પાડવામાં આવેલા RBI સકર્યુલર નં. ૧૦ (ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઇન ઇન્ડિયન રૂપીઝ) અંગે વિગતવાર માહિતી આપી હતી. આયાતકારો અને નિર્યાતકારો RBIના આ સકર્યુલરનો કેવી રીતે લાભ લઇ શકે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે જ RBIની મંજૂરી મેળવવા માટે કઇ કઇ પ્રક્રિયા કરવાની હોય છે તે વિષે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. વધુમાં તેમણે ઉદ્યોગકારોને બર્મા, શ્રીલંકા, રશિયા, યુએઇ, સિંગાપોર, દુબઇ અને તમામ ગલ્ફ કન્ટ્રીમાં ઇન્ડિયન રૂપીઝમાં વેપાર કરી શકાય તેમ જણાવી એકસપોર્ટ – ઇમ્પોર્ટ માટે સૂચન કર્યું હતું. યુએઇ ટ્રેડીંગ હબ છે અને સુરતથી ખાસ કરીને કાપડ, ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી મોટા પાયે એકસપોર્ટ થાય છે ત્યારે ત્યાં પણ ઇન્ડિયન રૂપીઝમાં ઇન્ટરનેશનલ બિઝનેસની શકયતાઓ વધી શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.-India News Gujarat
RBIના એક્ઝી.ડિરેક્ટરે સવાલોના જવાબ આપ્યા -India News Gujarat
RBI મુંબઇના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર ડો.દિપક કુમારે ઉદ્યોગકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ખાસ કરીને વિદેશમાં નિકાસ કરવા માટે પેમેન્ટ સિસ્ટમમાં કઇ રીતે લાભ મળી શકે . RBI દ્વારા ક્યા પ્રકારની સુવિધા આપવામાં આવે છે. RBI દ્વારા આપવામાં આવતી સુવિધા અંગે પણ તેમણે વિગતો આપી હતી. પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની એકસપોર્ટ પ્રમોશન એન્ડ ફોરેન ટ્રેડ કમિટીના એડવાઇઝર દેવકિશન મંઘાણીએ વેબિનારનું સંચાલન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વેબિનારમાં ઉદ્યોગકારો દ્વારા કરાયેલા સવાલોના ડો. દીપક કુમાર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. અંતે ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.
આપ આ પણ વાંચી શકો છોઃ-Rupay Credit Card:ટૂંક સમયમાં ક્રેડિટ કાર્ડથી થઈ શકશે UPI ચૂકવણી