HomeGujaratRape  થયાની બે મિત્રોની પત્નીઓની એક મેકના પતિ સામે ફરિયાદ - India News...

Rape  થયાની બે મિત્રોની પત્નીઓની એક મેકના પતિ સામે ફરિયાદ – India News Gujarat

Date:

 Rape  થયાની બે મિત્રોની પત્નીઓની એક મેકના પતિ સામે ફરિયાદ – India News Gujarat

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામમાં Rapeની વિચિત્ર ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં બે મિત્રોની પત્નીઓએ એક બીજાના પતિ સામે Rapeની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને પગલે પોલીસ પણ અચરજમાં મુકાઇ ગઇ છે અને આ મામલો અનૈતિક સબંધોનો હોવાથી કઇ રીતે તપાસ કરવી તેની અસમંજસમાં મુકાઇ ગઇ છે. તેમજ સમગ્ર Rapeની ઘટનામાં શું હકીકત છે તે અંગેની તપાસ પણ પોલીસ દ્વારા હાલમાં પ્રાથમિક રીતે કરવામાં આવી રહી છે. – India News Gujarat

Rape થયાનો ભાંડો કેવી રીતે ફુટ્યો ?- India News Gujarat

માંગરોળ તાલુકાના એક ગામમાં રહેતા અને છુટક મજુરી કામ કરતા એક યુવાનને તેની પડોશમાં રહેતા યુવાન સાથે ગાઢ મિત્રતા હતી. બન્નેને એક બીજાના ઘરે આવવા જવાના સબંધો હતા. તેમાં તેની આંખ મિત્રની પત્ની સાથે મળી ગઇ હતી અને તેઓ છુપાઇને એક બીજાને મળતા હતા. જેની જાણ પત્નીને થતા તેણે પણ પોતાના પતિના મિત્ર સાથે અનૈતિક સબંધ બાંધીને શરીર સુખ માણવાનું ચાલુ કર્યું હતું. પરંતુ અન્ય એક યુવાને આ બન્ને દંપતિના વિડીયો ક્લીપ બનાવીને વાયરલ કર્યા હતા. જેથી બન્ને મિત્રોને તેની જાણ થઇ હતી કે તેમને આમને સામને એક બીજાની પત્નીઓ સાથે અનૈતિક સબંધો છે. આ મામલે બન્ને મિત્રોની પત્નીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં વાત પોલીસ સ્ટેશન પહોંચતા એક મિત્રની પત્નીએ પોતાના પ્રેમી સામે Rapeની ફરિયાદ આપી હતી. જેથી બીજા મિત્રની પત્નીએ પણ પોતાના પ્રેમી સામે Rapeની ફરિયાદ આપી હતી.- India News Gujarat

Rape અંગે પોલીસ કઇ રીતે તપાસ કરી રહી છે ?- India News Gujarat

સામ સામે નોંધાયેલી Rapeની ફરિયાદ મળતા પહેલા તો પોલીસે બન્ને દંપતિ વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાઓ મક્કમ હતી અને તેઓ કોઇ પણ સંજોગોમાં Rapeની ફરિયાદ પાછી ખેંચવા તૈયાર ન હતી. જેથી પોલીસે સમગ્ર કેસમાં સાંયોગીક પુરાવાઓ એકત્ર કરવાનું શરૂ કર્યુ છે. તેમજ ચારેયના નિવેદનોના આધારે તપાસ હાથ ધરી છે. જો કે, હજુ સુધી પોલીસે આ પ્રકરણમાં કોઇની પણ અટકાયત કરી નથી. જેથી એવુ પણ કહેવાય છે કે, સંભવતઃ બન્ને દંપતિઓ વચ્ચે Rapeની ફરિયાદ પાછી ખેંચવા અંગે સમાધાન થઇ જશે. જો કે, હાલમાં આ Rape પ્રકરણ સમગ્ર સુરત જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-FB Friend Snatched Rs 91,000 After Threatening- વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી FB ફ્રેન્ડે 91 હજાર પડાવ્યા

આપ આ પણ વાંચી શકો છોઃ- surat-international-airport જ્યાં નથી બેઝીક સુવિધાઓ

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Latest stories