Rammandir Painted On Surat’s Jaguar : રામમંદિર શ્રીરામની છબિ કાર પર દોરી. રામ ભક્તો કાર લઈને અયોધ્યા જવા નીકળ્યા એક કરોડની લક્ઝુરિયસ કારને રામભક્તિના રંગે રંગી.
1 કરોડની જેગુઆર કાર લઈને અયોધ્યા જવા નીકળ્યા
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજવા જઈ રહી છે. ત્યારે દેશભરમાં રામભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભક્તિમાં જોડાવા માટે સુરતથી બે યુવકો 1 કરોડની જેગુઆર કાર લઈને અયોધ્યા જવા નીકળ્યા છે. અહીં મહત્વની બાબત એ છે કે, આ બંને યુવકો ભગવા રંગે રંગેલી કાર લઈને 1400 કિમીની યાત્રા પર નીકળ્યા છે. કાર પર ભગવાન શ્રીરામની સાથે રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે.
લક્ઝુરિયસ જેગુઆર કારને રામભક્તિના રંગે રંગી દેવામાં આવી
સુરતના ટેક્સટાઈલ વેપારી સિદ્ધાર્થ દોશી અને મૌલિક જાની સુરતથી અયોધ્યા 1 કરોડની કાર લઈને નીકળ્યા છે. સુરતથી અયોધ્યાનું 1400 કિમીનું અંતર કાપીને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે. રસ્તામાં આવતા મંદિરો, આશ્રમોમાં ભગવાન રામ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી પણ કરશે. આ અભિયાનની શરૂઆત સુરતમાં રહેતા અને ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ કરી છે. આ યાત્રામાં લક્ઝુરિયસ જેગુઆર કારને રામભક્તિના રંગે રંગી દેવામાં આવી છે. જેને કારણે આખે આખી કારનો દેખાવ જ બદલાય ગયો છે. આ ખાસ તૈયાર કરવામાં આવેલી કાર સુરતથી લઈને અયોધ્યા સુધી લોકોને હર ઘર રામ અભિયાનમાં જોડવાનું કામ કરશે.
Rammandir Painted On Surat’s Jaguar : પહેલા G-20, ચંદ્રયાનની થીમ પર જેગુઆર કાર પેઈન્ટ કરાવી
સિદ્ધાર્થ દોશીએ ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ પહેલા G-20, ચંદ્રયાનની થીમ પર જેગુઆર કાર પેઈન્ટ કરાવી હતી. હવે આપણા ભગવાન શ્રીરામ આવી રહ્યા છે ત્યારે ખુશીનો માહોલ છે. આથી અમારે પણ કઈક કરવું છે તેવું વિચાર્યું હતું. આથી મેં મારી જેગુઆર કાર ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થીમ પર પેઈન્ટ કરાવી છે. અમે અયોધ્યા જવા નિકળશું અને વચ્ચે આવતા નાના-મોટા ગામ અને શહોરો ખાતે રોકાઈ ને રામ નામનો પ્રચાર કરીશું. તેમજ તિર્થસ્થાનો પણ દર્શનનો લાભ લઈશું. અને 22 જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચીશું.
તમે આ પણ વાચી શકો છો :