Ramayan Theme Mass Marriage : 84 યુગલોએ રામ સીતા બનીને પ્રભુત્વમાં પગલાં માંડ્યા. લગ્ન પંડાલમાં રામાયણ પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા.
84 યુગલે પ્રભુતામાં પગલાં પાડયાં
સુરતની ડાયમંડ કંપનીના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના નેતૃત્વમાં. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ કંપની દ્વારા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં. સુરત ખાતે રામાયણ થીમ પર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 84 યુગલે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. જ્યારે આ લગ્નોત્સવમાં વર-વધુ રામ અને સીતા બનીને આવ્યા હતા.
Ramayan Theme Mass Marriage : વિવાહના પરિસરમાં રામ લલ્લાની શોભાયાત્રાનું પણ આયોજન
સુરતમાં અબ્રામા સ્થિત ગોપીન ગામ ખાતે “પ્યોર વિવાહ” ના શીર્ષક હેઠળ યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 84 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ લગ્નોત્સવનું ખાસ આકર્ષણ એ હતું કે વર અને વધૂ રામ સીતાના પરિધાનમાં હતાં અને આયોજન સ્થળે રામાયણના પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. બેટી બચાવો, ઓર્ગન ડોનેશન, પૈસા બચાવોના સંદેશા દરેક લોકો સુધી પહોંચાડવા. પ્યોર વિવાહના પરિસરમાં રામ લલ્લાની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અંગે ગોવિંદ ધોળકિયાએ જણાવ્યુ હતું કે અયોધ્યા ધામ ખાતે 500 વર્ષ પછી ભગવાન રામના મંદિરનું નિર્માણ થવા સાથે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ પ્રસંગની સ્મૃતિમાં SRK ફેમિલી દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ “પ્યોર વિવાહ” શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવમાં જાન આગમન સાથે શરૂ થયો હતો અને કન્યા વિદાય સાથે પૂર્ણ થયો હતો.
યુગલોએ પણ ભગવાન શ્રી રામ અને માતા સીતાના રૂપમાં સપ્તપદીના ફેરા લીધા
રામાયણ થીમ પર આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં કાર્યક્રમ સ્થળે શબરી રામ મુલાકાત સહિત વનવાસ દરમ્યાન બનેલા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ યુગલોએ પણ ભગવાન શ્રી રામ અને માતા સીતાના રૂપમાં સપ્તપદીના ફેરા લીધા હતા. કુલ 84 યુગલોએ પરિણયસૂત્રમાં બંધાઈ દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. વર્ષ 2015થી યોજાતા આ “પ્યોર વિવાહ” માં અત્યાર સુધી 813થી પણ વધુ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.
Ramayan Theme Mass Marriage : સમૂહ લગ્નોત્સમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
પ્રભુતામાં પગલાં પાડનાર અને રામ-સીતા બનીને આવેલા નવદંપતીઓ રામ સીતા બનીને ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ અયોધ્યમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લઈને સ્મૃતિ રૂપે આ આયોજનમાં રામ અને સીતા બની આવ્યા હતા. એસ આર કે દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Bharat Jodo Nyaya Yatra માં જોડાયા Akhilesh Yadav, થોડા દિવસ પહેલા જ થઈ હતી બેઠકની વહેંચણી