HomeGujaratRam mandir on kite : પતંગના ભાવમાં વધારો હોવા છતાં વિશાલકાય રામ...

Ram mandir on kite : પતંગના ભાવમાં વધારો હોવા છતાં વિશાલકાય રામ મંદિર વાળી પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસ્વીર વાળી પતંગ હોટ ફેવરેટ – India News Gujarat

Date:

Ram mandir on kite : ઉતરાયણ ના પર્વને ગણતરીના દિવસો બાકી છે પતંગ રશિયાઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે. આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15 ટકા નો વધારો છે તેમ છતાં પતંગ રસીયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસ્વીર વાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે. રામ મંદિર ની થીમ પર તૈયાર થયેલ પતંગની ખાસિયત છે કે આ પતંગ સાત ફૂટની છે અને તેની ઉપર રામ મંદિરની તસ્વીર છે એટલું જ નહિ પોતે ભગવાન રામ પણ ધનુષ લઈને ઊભા છે.

સુરત પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતોમાં 15 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે 100 નંગ પતંગ માટે લોકો 300 થી લઈ 500 રૂપિયા આપી રહ્યા હતા જોકે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા 100 નંગ ડીટ પતંગ માટે લોકો 40 થી લઈ 50 રૂપિયા વધારે આપી રહ્યા છે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાના કારણે આ વખતે પતંગના ભાવમાં 15 ટકા નો વધારો નોંધાયો છે. જોકે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલ કાય પતંગ તૈયાર કરવામાં આવી છે તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે.

લોકોએ એડવાન્સ બુકિંગ કરી

ભગવાન રામ માં શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવ ના પ્રિય લોકો આ વખતે ખાસ વિશાલકાય પતંગ પસંદ કરી રહ્યા છે જેમાં ભગવાન રામ ધનુષ લઈને ઊભા છે અને રામ મંદિરની તસવીર પણ તેની અંદર જોવા મળે છે. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિર નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે દેશભરમાં જેને લઇ ઉત્સાહ છે ત્યારે પતંગ ઉત્સવમાં પણ આ ઉત્સાહ જોવા મળશે. ખાસ રામ મંદિર ઉદ્ઘાટન ને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં પતંગ વેપારીઓ દ્વારા ખાસ આ પતંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેની કિંમત 1200 રૂપિયાથી લઇ 1500 રૂપિયા સુધી છે કેટલાક વેપારીઓના ત્યાં બુકિંગ પહેલા જ થઈ ગઈ છે..

મોદી-યોગીની તસવીર વાળી પતંગ પર સ્લોગન

માત્ર રામ મંદિરની થીમ પર પતંગ જ નહીં પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ની તસ્વીરવાળી પતંગ પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે આ પતંગ ઉપર માત્ર તેઓની તસવીર જ નહીં પરંતુ અનેક સંદેશો પણ લખવામાં આવ્યા છે. પતંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હિન્દીમાં લખવામાં આવ્યું છે કે ‘ શેર યદી દો કદમ પીછે હટતા હૈ તો યે ન સમજના કી વહ ડર ગયા ક્યુ કી વહ જાણતા હૈ કી કબ ઉસે લંબી છલાંગ લગાની હૈ’ અન્ય પતંગો ઉપર પણ આવી જ રીતે અનેક પ્રકારના સ્લોગન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી માટે લખવામાં આવ્યા છે જે લોકોને પસંદ પણ આવી રહી છે.

લોકોની પસંદ પ્રમાણે પતંગ તૈયાર કરાવીએ છીએ

25 વર્ષથી ભાગલ વિસ્તારમાં પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ એ જણાવ્યું હતું કે લોકો પસંદના પ્રમાણે અમે પતંગ ડિઝાઇન કરાવતા હોઈએ છીએ આ વખતે 22મી જાન્યુઆરીના રોજ દેશભરના લોકોમાં રામ મંદિરને લઈને ઉત્સાહ છે તેને ધ્યાનમાં રાખી અમે સાત ફૂટ નું રામ મંદિર થીમ પર પતંગ તૈયાર કરાવ્યું છે અલગ અલગ ડિઝાઇનમાં પતંગ જોવા મળે છે લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહ્યું છે અને અગાઉથી જ લોકોએ બુકિંગ પણ કરી નાખી છે. આ સાથે પીએમ મોદી અને સીએમ યોગીની તસવીર વાળી પતંગ પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકે લાકડાના ભાવમાં વધારો નોંધાતા વખતે પતંગના ભાવમાં પણ 15 થી 20 ટકાનો વધારો છે તેમ છતાં લોકો સારી ખરીદી કરી.

મોંઘી પતંગ હોવા છતાં રામ મંદિર વાળી પતંગ ખરીદી

પતંગ ખરીદવા માટે આવેલા વિનોદભાઈએ જણાવ્યું હતું કે, હું અહીં પતંગ ખરીદવા માટે આવ્યો હતો મારી નજર રામ મંદિર વાળી પતંગ ઉપર જતા મને ખૂબ જ ગમ્યું છે અને આ પતંગ હું ખરીદવા માગું છું જ્યારે આ પતંગ આકાશમાં ઉડશે ત્યારે રામ મંદિર નો પ્રચાર પણ થશે આ વખતે પતંગ મોંઘી છે પરંતુ પતંગ ઉપર રામ મંદિર હોવાના કારણે હું તેની કિંમત ઉપર ધ્યાન આપી રહ્યો નથી.

તમે આ પણ વાચી શકો છો

Tapi Kala Mahakumbh: તાપીમાં 2 દિવસ માટે કળા મહાકુંભ યોજાયું,1550 થી વધુ કલાકારો એ લીધો ભાગ

તમે આ પણ વાચી શકો છો

Ram Mandir : રામેશ્વરમથી ચરણ પાદુકા સાથે પગપાળા અયોધ્યા આવતા શ્રીનિવાસ શાસ્ત્રએ અત્યાર સુધી હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો

SHARE

Related stories

Latest stories