Rajkot’s TRP Game zone Fire Update : પ્રકાશના મોતની આશંકા વ્યક્ત કરતો રિપોર્ટ પ્રકાશિત કર્યોપ્રકાશ છેલ્લે આગ બુજાવતો મળ્યો હતો જોવા.
પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડમાં મોત થયું
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈન વિશે મોટો ખુલાસો થયો છે. આ આગકાંડમાં પ્રકાશ પોતે પણ ભડથું થઇ ગયો હતો. ગાંધીનગર FSL માંથી મળેલી માહિતી પ્રમાણે પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડમાં મોત થયું છે. પ્રકાશના ભાઇ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતાનો ભાઇ ગૂમ થયો હોવાનું કહ્યું હતું.
ટેસ્ટિંગમાં આ DNA પ્રકાશના DNA સાથે મેચ થતાં હોવાનું ખુલ્યું
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ માં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે જેમાં અત્યાર સુધી જેને મુખ્ય આરોપી માનવામાં આવતો હતો એ પ્રકાશ જૈન પણ આ અગ્નિકાંડ માં મૃત્યુ પામ્યો હોવાની વાત સામે આવી છે.. પ્રકાશના ભાઈ એ આ અંગે શંકા વ્યક્ત કરીને પોલીસને પોતાનો ભાઈ ગુમ થયા ની જાણ કરી હતી ત્યાર બાદ પોલીસે તેની માતાના DNA લઇને ગાંધીનગર FSLમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં આ DNA પ્રકાશના DNA સાથે મેચ થતાં હોવાનું ખુલ્યું છે. જેના કારણે આ દુર્ઘટનામાં આરોપી પ્રકાશનું પણ મોત થયું હોવાનું સ્પષ્ટ થઇ જાય છે. 27મી તારીખે પ્રકાશના મોત અંગે આશંકા વ્યક્ત કરતો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેના પર હવે FSLની મહોર લાગી ગઇ છે. જ્યારે આગ લાગી ત્યારે પ્રકાશ ગેમ ઝોનમાં જ હાજર હતો અને આગ બુજાવતો હોય તેવા CCTV સામે આવ્યા હતા.
Rajkot’s TRP Game zone Fire Update : તેના ભાઇએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો
આ ઘટના બાદ પ્રકાશના કોન્ટેક્ટ નંબર સ્વીચ ઓફ આવતા હતા અને તેની કાર પણ ઘટના સ્થળે જ પડેલી હતી. બે દિવસથી પ્રકાશનો કોઇ સંપર્ક ન થતાં તેના ભાઇએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને એક અરજી આપી પ્રકાશ લાપતા હોવાનું કહ્યું હતું. પ્રકાશના ભાઇ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે રાજકોટ પોલીસમાં અરજી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, મારો ભાઈ પ્રકાશ કનૈયાલાલ હિરણ છે અને તે ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલો છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે મારો ભાઈ અંદર જ હતો. આ અકસ્માત પછી તેમનો અમારી સાથે કોઈ પણ જાતનો સંપર્ક થયો નથી. તપાસ કરતાં ખબર પડી કે મારા ભાઈની ગાડી પણ ત્યાં જ પડેલી છે. તેના બધા જ કોન્ટેક્ટ નંબર ઘટના પછી સ્વિચ ઓફ આવે છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Fake ASI Caught : જુનાગઢમાં નકલી ASI ઝડપાયો, પોલીસનો ડ્રેસ પહેરી શહેરમાં ફરતો હતો