Rajkot’s New Police Commissioner : રાજકોટ આગતાંડવના 3 આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર આરોપી પ્રકાશ જૈન આગમાં સળગી ગયાની શક્યતા.
ઘટનામાં 33 જેટલા લોકોના મોત નિપજ્યા
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગની ઘટનામાં 33 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા અને નવા મનપા કમિશનર તરીકે ડીપી દેસાઈની નિમણૂક કરાઈ છે. નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ રાતોરાત ચાર્જ સંભાળી લીધો છે.
ત્રણ આરોપીઓના કોર્ટે 14 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરી છે. જેમાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની તાત્કાલિક બદલી કરી દેવાઈ છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા અને નવા મનપા કમિશનર તરીકે ડીપી દેસાઈની નિમણૂક કરાઈ છે. નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ રાતોરાત ચાર્જ સંભાળી લીધો છે. રાજકોટ TRP ગેમ ઝોન આગતાંડવના ત્રણ આરોપીઓના કોર્ટે 14 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. કાળજું કંપાવનારા આગકાંડના ત્રણ આરોપીઓ નીતિન જૈન, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડને કોર્ટમાં હાજર કરાયા હતા. જ્યાં વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે ત્રણેયના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Rajkot’s New Police Commissioner : પ્રકાશ જૈન આગમાં જ ભસ્મીભૂત થઈ ગયો હોવાની શક્યતા
આ તરફ વેલ્ડિંગ કરનાર આરોપીને પણ ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો છે. રાજકોટ અગ્નિકાંડના ફરાર આરોપી પ્રકાશ જૈન આગમાં જ ભસ્મીભૂત થઈ ગયો હોવાની શક્યતા છે. આ આગ દુર્ઘટના બાદ પ્રકાશ જૈનના ભાઈએ પોલીસમાં અરજી આપી છે. જેમાં આગતાંડવની દર્દનાક દુર્ઘટના બાદ પ્રકાશ જૈનનો મોબાઈલ લગાતાર સ્વિચ ઑફ આવી રહ્યો છે, જે દિવસે ગોઝારી દુર્ઘટના ઘટી એ દિવસે તે આગ ઓલવવા ગેમ ઝોનમાં ગયો અને બહાર જ ન આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેની કાર પણ દુર્ઘટના સ્થળે જ છે. પ્રકાશ જૈન ફરાર છે કે આગમાં જ હોમાઈ ગયો એ પોલીસ તપાસનો વિષય છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Pappu Yadav In Darbhanga : પપ્પુ યાદવ પહોંચ્યા દરભંગા, પપ્પુ યાદવે આરજેડી પર નિશાન સાધ્યું