HomeGujaratRajiv Gandhi's Death Anniversary : પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ, બંસકાંઠામાં...

Rajiv Gandhi’s Death Anniversary : પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ, બંસકાંઠામાં કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ – India News Gujarat

Date:

Rajiv Gandhi’s Death Anniversary : “રાજીવ ગાંધી તુમ અમર રહો” કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રહ્યા હાજર.

રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની મંગળવારે પુણ્યતિથિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બનાસકાંઠા જિલ્લા પંચાયતના બગીચામાં રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવ્યું હતું.

Rajiv Gandhi’s Death Anniversary : “રાજીવ ગાંધી તુમ અમર રહો”ના નારા લગાવવામાં આવ્યા

જિલ્લા કોંગ્રેસ અને પાલનપુર શહેર કોંગ્રેસ દ્વારા બનાસકાંઠા જિલ્લા પંચાયતના બગીચામાં સ્વ.રાજીવ ગાંધીની પ્રતિમાને પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી ની પ્રતિમા ને જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોર ની ઉપસ્થિતિમાં રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ સમિતિ પાલનપુર, તાલુકા કોંગ્રેસ સમિતિ અને પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા “રાજીવ ગાંધી તુમ અમર રહો”ના નારા લગાવવામાં આવ્યા હતા અને ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મુકેશ ચૌહાણ તેમજ પાલનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તમે આ પણ વાંચી સકો છો :

Shape Tomorrow’s Innovations : ધોરણ 12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ થયા

તમે આ પણ વાંચી સકો છો :

Commencement Of UG Admission/ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ યુજી પ્રવેશનો પ્રારંભ

SHARE

Related stories

Latest stories