HomeGujaratRainfall forecast in Surat: સુરત જિલ્લામાં 21 અને 22 એપ્રિલે વરસાદની આગાહી–India...

Rainfall forecast in Surat: સુરત જિલ્લામાં 21 અને 22 એપ્રિલે વરસાદની આગાહી–India News Gujarat

Date:

Rainfall forecast in Surat:ખેડૂતોની ચિંતામાં વધારો–India News Gujarat

સુરત જિલ્લામાં 21 અને 22 એપ્રિલે કમોસમી વરસાદ  પડી શકે છે. તેના કારણે ખેડૂતોએ રાખવાની તકેદારી બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રે સૂચના જારી કરી છે.

અરબ સમુદ્ર પર સર્જાયેલા પશ્ચિમી વિક્ષેપને કારણે બારડોલી સહિત જિલ્લામાં 21 અને 22 એપ્રિલના રોજ છૂટોછવાયો અતિ હળવાથી હળવા વરસાદની આગાહી (Rainfall forecast in Surat) કરવામાં આવી છે. આ દરમિયાન તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને ગરમીથી રાહત મળશે. બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થશે.ખાસ કરીને કેરી પકવતા ખેડૂતો માટે કમોસમી વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે.-Latest Gujarati News

ખેડૂતોની ચિંતા વધી –India News Gujarat

હવામાન  વિભાગે આગામી દિવસોમાં સુરત જિલ્લામાં તારીખ 20થી 24 એપ્રિલ સુધી આકાશ વાદળછાયું રહેવાની તેમ જ 21 અને 22 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વરસાદ અને પવન ફૂંકાવાથી કેરીના પાકને (Rainfall forecast in Surat) નુકસાન થઈ શકે છે. ત્યારે ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન રાખવાની તકેદારી બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા (Instruction to farmers by Krishi Vigyan Kendra) સૂચનો જારી કરવામાં આવ્યા છે.-Latest Gujarati News

માંડવી અને માંગરોળમાં વધુ ઝડપથી પવન ફૂંકાઈ શકે છે–India News Gujarat

21થી 23 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 22 એપ્રિલ બાદ માંડવી અને માંગરોળ સિવાયના તમામ તાલુકામાં ભેજના પ્રમાણમાં ઘટાડાની શકયતા છે. જિલ્લામાં આ દિવસો દરમ્યાન સરેરાશ 12.1 થી 18.1 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તે ઉપરાંત માંડવી અને માંગરોળ તાલુકામાં વધુ ઝડપે પવન ફૂંકાય શકે છે. માંડવી તાલુકામાં 22થી 30 કિમી પ્રતિ કલાક અને માંગરોળ તાલુકામાં 18 થી 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.-Latest Gujarati News

પાકની તકેદારી માટે ખેડૂતોને આપવામાં આવી સૂચના–India News Gujarat

કમોસમી વરસાદથી થતા (Rainfall forecast in Surat) પાકને નુકસાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા (Instruction to farmers by Krishi Vigyan Kendra) પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતા અટકાવવુ અંગે સૂચના આપવામાં આવી છે.-Latest Gujarati News

તમે આ વાંચી શકો છો: YOG GARBA CERTIFICATE COURSE IN VEER NARMAD UNIVERSITY: ગુજરાતનું લોકનૃત્ય એવા ગરબાને સર્ટિફિકેટ કોર્ષ તરીકે શરૂ કરાશે

તમે આ વાંચી શકો છો: GST: Textile Industry વચગાળાના નવા સ્લેબની ચર્ચા

SHARE

Related stories

Latest stories