HomeGujaratRainfall: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી -INDIA NEWS GUJARAT

Rainfall: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી -INDIA NEWS GUJARAT

Date:

દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર

નવસારી જીલ્લામાં છવાયું વાદળછાયું વાતાવરણ

-INDIA NEWS GUJARAT

નવસારી જિલ્લામાં પણ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન ઉભું થતા 7 અને 8મી માર્ચે કમોસમી વરસાદ(rainfall)ની આગાહી મોસમ વિભાગે કરી છે. જે બાદ વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે.

-LATEST NEWS

કેરીના પાકને મોટા પાયે નુકશાનીની ભીતિ  -INDIA NEWS GUJARAT

બંગાળની ખાડીમાં ડિપ્રેશન ઉભું થતા ગુજરાતમાં 7 અને 8 માર્ચે કમોસમી વરસાદ(rainfall)ની આગાહી કરવામાં આવી છે. મોસમ વિભાગે  જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં કેરી સહિત અન્ય પાકો, ફળફળાદિ પાકને બચાવવા માટે કૃષિવિદોએ અપીલ કરી છે. જેમાં ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ વરસાદ પડે તો ફળના પાકો અને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે જ પહોંચાડવા જરૂરૂ છે.ફળના ઝાડ પાકોમાં ફળોની વીણીને ફળના ઝાડને પવન સામે રક્ષણ માટે ટેકા આપવાની વ્યવસ્થા કરવી.

-LATEST NEWS

બદલાતા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતિત  -INDIA NEWS GUJARAT

એપીએમસીમાં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કર્યો છે. એપીએમસીમાં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા, એપીએમસીમાં વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશોની આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરીક્ષણ કરી ટાળવું અથવા સુરક્ષિત રાખવા જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ ગોડાઉનમાં રાખેલા પાક પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા જણાવાયું છે. નવસારીના ગણદેવી,ચીખલી,વાંસદા સહિત વિવિધ વિસ્તારોમાં ભેજ યુક્ત વાતાવરણ સાથે વાદળછાયું વાતાવરણ હાલમાં જોવા મળી રહ્યુ છે અને જો  કમૌસમી વરસાદ(rainfall) પડશે તો ખેડૂતોને મોટા પાયા પર નુકસાનીનો સામનો કરવાનો વખત આવશે.

-LATEST NEWS

આ પણ વાચો: Weed plant in Surat Civil; સુરત સિવિલ કેમ્પસમાંથી ગાંજાનો છોડ મળ્યો 

આ પણ વાચો:  DHONI in Surat :પ્રશંશકોએ ધોની.ધોનીના નારા લગાવ્યા

SHARE

Related stories

Latest stories