Railway’s Attempt To Speedy Movement Of Goods : સ્પેસિયલ કોરિડોરનું કામ પૂરું થતાં યોજી ટ્રાયલ રન. સુરક્ષિત અને ઝડપી માલ પરિવહન માટે અતિ મહત્વપૂર્ણ.
રેલવે દ્વારા પ્રથમ ટ્રાયલ રન લેવાય
માલ વાહક ટ્રેનને ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે હાલ રેલ્વે વિભાગ ખાસ કાર્ય કરી રહ્યું છે. જેના ભાગ રૂપે સુરતથી ઉમરગામ સુધી ડીસીસીસીઆઈ કોરિડોરનું કામ ખતમ થતાં રેલવે દ્વારા પ્રથમ ટ્રાયલ રન લેવાય હતી.
સર્વ પ્રથમ ટ્રેનને ટ્રાયલ બેસિસી રૂપે દોડાવવામાં આવી
ભારત દેશમાં માલ પરિવહનને વધુ ગતિ આપવા સરકાર દ્વારા આરંભાયેલા નવા ડીએફસીસી કોરિડોરનું કામ સુરતથી લઈ વલસાડના ઉમરગામ સુધી પૂર્ણ કરાયું છે. જેના પરિણામે 9 જાન્યુઆરીના રોજ રેલવે વિભાગ દ્વારા ઉમરગામ તાલુકાના સંજાણથી લઈ સુરતના ભેસ્તાન સુધી ડીએફસીસીઆઈ એટલે કે ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના રૂટ પર સર્વ પ્રથમ ટ્રેનને ટ્રાયલ બેસિસી રૂપે દોડાવવામાં આવી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે, વલસાડનું સંજાણ, ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર આવેલું છે. જે સંજાણથી સુરતના ભેસ્તાન સુધી આ કોરીડોરનું કામ સંપૂર્ણ પણે પૂર્ણ થઈ ગયું છે. અને આગામી દિવસોમાં અહીંથી માલવહન કરતી માલવાહક ગુડ્સ ટ્રેન ગાડીઓ ઉપરોક્ત રૂટ ઉપર દોડતી થઈ જશે.
Railway’s Attempt To Speedy Movement Of Goods : ટ્રાયલ રૂટ માં કુલે 112 કિમી ટ્રેનને દોડાવી
શુક્રવારના ટ્રાયલ રૂટ માં કુલે 112 કિમી ટ્રેનને દોડાવી હતી.. ટ્રેક પર યોજાયેલા આ ટ્રાયલ દરમિયાન રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. રેલવે વીભાગ અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર DFCCIનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. અને આ ટ્રાયલ રન બાદ ટૂંક સમયમાં હવે અલગ ટ્રેક પર માલ ગાડીઓ દોડતી થશે. પરિણામે ભારતદેશમાં ગુડસ ટ્રાન્સપોર્ટેશનમાં વધુ ગતિ આવશે. તથા ભાડામાં પણ ઘટાડો મળશે. અને આ DFCCI અનેક રીતે ટ્રાન્સપોર્ટેશનમાં વધુ ફાયદાકારક પુરવાર થશે. એવી વિશેષ માહિતી રેલવે વિભાગના અધિકારીઓ ખાસ જણાવી હતી.
Railway’s Attempt To Speedy Movement Of Goods : જુદા જુદા ટ્રેક પર દોડશે જેને લઈને ક્યાંય લાઇન બીઝી નહી રહે
રેલ્વે હાલ દેશમાં પબ્લિક ટ્રાન્સપોટ ઝડપી બને એના માટે વિવિધ ટ્રેનો શરૂ કરી રહ્યું છે. એજ રીતે ગુડ્સ ટ્રાન્સપોટેશન પણ ઝડપી બને એ દિશામાં કામ કરી રહ્યું છે. જેને લઈને સ્પેસિયલ કોરિડોર નું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતી ટ્રેન અને ગુડ્સ ટ્રાન્સપોટ કરતી. ટ્રેન જુદા જુદા ટ્રેક પર દોડશે જેને લઈને ક્યાંય લાઇન બીઝી નહી રહેતા. બંને પ્રકારની ટ્રેનો પોતાના ગંતવ્ય સ્થાન સુધી નિર્ધારિત સમયે પહોંચી શકશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: