Surat smimer Hospital Raging મામલે ફરી વિવાદમાં – India News Gujarat
Surat Smimer Hospital ફરી એક વખત વિવાદમાં આવી છે.જોકે આ વિવાદ દર્દી અને તબીબો વચ્ચે નહીં પણ સિનિયર તબીબો દ્વારા જુનિયર તબીબો સાથે Raging કરવાના મામલાને લઈને છે. શનિવારે રાત્રે Smimer Hospitalના બિલ્ડિંગમાં દોડતા એક રેસિડન્ટ ડોક્ટરને જોઈ હોસ્પિટલમાં આવતા જતા લોકો આશ્ચર્ય પામ્યા હતા.
લગભગ અર્ધો કલાકથી પણ વધુ સમયથી ડોક્ટર આ રીતે દોડી રહ્યો હતો.જેના લીધે તેનો શ્વાસ ફૂલવા લાગ્યો હતો અને પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો.આ બાબતે તેની સાથે વાત કરવાના પ્રયત્નો કરતા તે એકદમ ઘબરાયેલો હતો અને કઈ પણ કેહવા માટે ડરી રહ્યો હતો.જોકે તેને આ રીતે સજા કરવામાં આવી છે બસ એટલું જ તેનું કહ્યું હતું. ત્યાર બાદ પાછો દોડવા લાગ્યો હતો. એટલું જ નહીં આ જ પ્રકારની સજા અન્ય એક જુનિયર ડોકટરને પણ કરવામાં આવી હતી.
– Latest News
વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ – India News Gujarat
Smimer Hospital બનેલ આ સમગ્ર ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યા છે .જેમાં Smimer Hospital ના ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોકટર કઈ રીતે જુનિયર રેસિડેન્ટ પર ત્રાસ અને અત્યાચાર ગુજારી રહ્યાં છે. તે સમગ્ર ઘટનાના દ્રશ્યો વીડિયોમાં કેદ કરવામાં આવ્યા છે
તો બીજી તરફ ત્રાસ ગુજારનારા ડોકટરો આને ટ્રેનિંગનું કહી રહયા છે.જયારે વીડિયોમાં કંડારેલા દ્રશ્યો જોઈ પોતે ડીન અને ઓર્થોપેડિક વિભાગના એચઓડી પણ ચોકી ગયા છે. અને તેમણે આ બધું ખોટું અને હેરાનગતિ કરાઈ રહી હોવાનું સ્પષ્ટ કહીને આ મામલે તાત્કાલિક તપાસ શરૂં કરી દીધું છે. – Latest News
તપાસના આદેશ અપાયા – India News Gujarat
Smimer Hospital માં આ પ્રથમ વખત Ragingની ઘટના સામે નથી આવી. ભૂતકાળમાં પણ સિનિયર તબીબો દ્વારા જુનિયર તબીબો સાથે આ જ પ્રકારની ઘટના બની છે ત્યારે સોમવારે Smimer Hospital ના બિલ્ડિંગમાં બનેલી ઘટનાની ગંભીરતા જોઈને હોસ્પિટલના ડીન ડોક્ટર દિપકે વિભાગના વડા સાથે વીડિયોમાં દેખાતા પ્રથમ અને બીજા વર્ષના રેસિડન્ટ ડોકટરોને તેમની ઓફિસમાં બોલાવી પૂછપરછ પણ કરી હતી. જો કે ભોગ બનનાર તબીબને આ મામલે ફરિયાદ આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે .
હાલ આ મામલો તુલ પકડી રહ્યો ત્યારે Smimer Hospital ના ડોક્ટર દિપક કે આ મામલે પાંચ તબીબોની એક કમિટી બનાવી તપાસના આદેશ આપ્યા છે ત્યારે ફરી એક વખત સુરતની Smimer Hospital માં Raging નો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે જોકે આ મામલે હવે હોસ્પિટલ સત્તાધીશોએ કયા પ્રકારના પગલાં લે છે તે જોવાનું રહ્યું, પણ હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ની સાથે અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.
– Latest News
તમે આ વાંચી શકો છો: AAP workers beaten by police : ભાજપના ઈશારે લાઠી ચાર્જનો આરોપ
તમે આ વાંચી શકો છો: Corona after effect- પ્રિ પ્રાયમરી સ્કૂલનો ધંધો પણ સુધર્યો