- Ragging And Mental Torture Leads To Death : નવી સિવિલ ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા અને રેસીડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડો. રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનીયાની બીમારીમાં મોત નિપજ્યું હતું.
- જેમાં ડો. રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસીડેન્ટ તબીબો દ્વારા રેગીંગ કરાતું હોવાનો તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરીયાદ કરી છે
Ragging And Mental Torture Leads To Death:મિત્રએ ફોન કરી પરિવારને જાણ કરી
- ડો. રાજેન્દ્ર દિનેશ રામાણી સિવિલ મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ તરીકે અભ્યાસ કરતા હતા.
- તેઓ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં બીમાર થયા હતા. 31મીએ બેભાન થઈ જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં 2 જાન્યુઆરીએ તેમનું મોત નિપજ્યું હતું.
- ડો. રાજેન્દ્રનુ બીમારીમાં મોત નિપજવાના આ પ્રકરણમાં તેમના પિતા દિનેશભાઈએ મેડિકલ કોલેજના ડીન, પ્રધાનમંત્રી, આરોગ્ય સચિવ સહિતનાઓને લેખીતમાં ફરિયાદ કરતાં નવો વળાંક આવ્યો છે.
- રામાણીના પિતાએ કરેલા આક્ષેપ પ્રમાણે, નવેમ્બર મહિનામાં જ્યારે ડો. રાજેન્દ્ર બીમાર થયા હતા અને તેમણે રજા લીધી હતી ત્યારે સિનિયર આર-2 અને આર-3ના વિદ્યાર્થી ડો. હિનલ ચૌધરી અને ડો. બીનાની ટીમે ડો. રાજેન્દ્રને એવુ કહ્યું હતું કે ‘તારે કામ નથી કરવું એટલે તું બીમારીનુ નાટક કરે છે.
- એમ પણ તમે લોકો બહાના બાજી બતાવવામાં માહિર છો. તમે બધા કામચોર છો. બીમારીમાં પણ જો તમારાથી કામ થતું ન હોય તો તમારે લોકોએ ભણવાનું છોડી દેવું જોઈએ.
- ડો. હીનલ ચૌધરીએ ડો. રાજેન્દ્રને માથામાં ટપલીઓ પણ મારી હતી. ત્યાર બાદ 30 ડિસેમ્બરના રોજ ફરી ડો. રાજેન્દ્રની તબિયત લથડતાં સિનિયરો ટોર્ચર કરશે એવી બીકે તેમણે રજા લીધી ન હતી. જો કે, 31મીએ ડો. રાજેન્દ્ર બેભાન થઈ જતા તેના કોઈક મિત્રએ ફોન કરી પરિવારને જાણ કરી હતી અને સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલ લઈ ગયા હતા.
માત્ર 5 કલાક જ ઊઘ મળી
- ડો. રાજેશના પિતાએ પોતાના આક્ષેપમાં વધુમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્રને છેલ્લા અઠવાડિયામાં માત્ર 5 કલાક જ ઊઘ મળી હતી અને જમવાનો પણ સમય આપવામાં આવ્યો ન હતો.
- આ ઉપરાંત ડો. રાજેન્દ્રએ ડો. શર્માનું યુનિટ પસંદ કર્યું હોવાથી નારાજ શિક્ષક ડો. બીનાએ તેમને પાઠ ભણાવવા માટે મૃત્યુ સુધી સાથે રાખ્યો હતો અને ટોર્ચર કર્યો હતો.
- આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર માટે જ્યારે ડો. રાજેન્દ્રને લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે સિનિયરોના ટોર્ચરિંગ બાબતે પિતાને જાણ પણ કરી હતી.
- આ ઉપરાંત સર્જરી વિભાગના વડા નિમેશ વર્મા દ્વારા પણ વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવતા હોવાનો પણ તેમણે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
- દિનેશભાઈએ સિનિયરોના આ ટોર્ચરને એક પ્રકારનું રેગિંગ થયેલું જ ગણાવીને તેમની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
- ફરિયાદ બાદ સમગ્ર મામલે ઈન્ચાર્જ ડીન ડો. નિમેષ વર્માએ જણાવ્યું કે આ મામલે ડીન તપાસ કમિટીની રચના કરશે. આ કમિટી 10 દિવસમાં રિપોર્ટ કરશે અને તેમાં જો કોઈ દોષી જણાશે તો તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે.
તમે આ પણ વાચી શકો છો
તમે આ પણ વાચી શકો છો