HomeGujaratPUBILIC DEFENDER/લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બનશે/INDIA NEWS GUJARAT

PUBILIC DEFENDER/લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બનશે/INDIA NEWS GUJARAT

Date:

લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બનશે
સુરક્ષા-સલામતી અને સમાજ સેવા માટે તત્પર
યુવા દીકરીઓએ સંઘર્ષમાંથી સફળતા સર્જી
પાયાની તાલીમ લઈ રહેલા ૨૩૩ લોકરક્ષક તાલીમાર્થીઓ

રાજ્ય સરકારે યુવાનોના સ્વપ્નાઓને સાકારિત કરવા માટે સરકારી સેવાઓમાં લાખોની સંખ્યામાં કર્મયોગીઓની ભરતી કરી છે. ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે, તેના પાયામાં પોલીસ દળની કર્તવ્યપરાયણતા અને ફરજપરસ્તી રહેલી છે.
રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતીની પ્રક્રિયા પારદર્શી, સરળ અને સમયબદ્ધ બનાવતા હજારો યુવાનોને મળી સરકારી નોકરીની તક સાંપડી છે, ત્યારે સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે આવેલ તાલીમ કેન્દ્ર ખાતે ૨૩૩ લોકરક્ષક તાલીમાર્થીઓ સંઘર્ષથી શિખર સુધી પહોંચેલા યુવાનો છે, જેઓ ઈન્ડોર તથા આઉટડોર તાલીમ મેળવી રહ્યા છે. પોલીસ કમિશનર અજયકુમાર તોમર, નાયબ પોલીસ કમિશનર સરોજકુમારીના માર્ગદર્શનમાં આઉટડોર તાલીમમાં પી.ટી.પરેડ, સાયન્ટીફિક પી.ટી., સ્કવોડ ડ્રીલ, બેનેટ ફાઈટીંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અન્ય તથા ઈન્ડોર તાલીમમાં વિવિધ કાયદાઓ જેમાં ઇન્ડિયન પીનલ કોડ-૧૮૬૦, બંધારણ, ભારતીય ફોજદારી કાર્યરિતી-૧૯૭૩, ગુજરાત પોલીસ એક્ટ જેવા કાયદાઓ અંગે માહિતગાર કરી સજ્જ કરવામા આવી રહ્યા છે.

‘ગઢ જૂના ગિરનાર’થી જાણીતા જૂનાગઢની પાવન ધરા પરથી તાલીમ હાંસલ કરવા સુરત આવેલા ૨૭ વર્ષીય રૂપલબેન અમરાભાઈ વૈશ સામાન્ય પરિવારમાંથી આવે છે. પિતા પશુપાલન અને ખેતી કરી આજીવિકા રળે છે. રૂપલબેન કહે છે કે, બી.કોમ પૂર્ણ કરીને સરકારી જોબ મેળવવા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા લાગી ત્યારે મારૂ એક જ લક્ષ્ય હતું- ‘કઠોર મહેનત ભલે કરવી પડે, પણ ખાખી પહેરીને જ જંપીશ.’ આખરે સંઘર્ષ તેમજ મહેનતથી લોકરક્ષક બનવાનું મારૂ સપનું પૂર્ણ થયું છે. તેમણે ખુશી સાથે જણાવ્યુ કે, પોલીસ વિભાગમાં કારકિર્દીથી મને મારા જીવનની નવી રાહ હાંસલ થઈ છે. તાલીમમાં શિસ્ત, જીવનમૂલ્યોના ઘડતર, આત્મગૈારવના પાઠ શીખવા મળી રહ્યા છે. ગુજરાતની દરેક દીકરીએ તમામ ક્ષેત્રોમાં તેમની શક્તિને અનુરૂપ કાર્ય કરવા આગળ વધવુ જોઈએ. જેમાં રાજ્ય સરકારની અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ મદદરૂપ બનશે.

રૂપલબેન વૈશ – લોકરક્ષક તાલીમાર્થી



રૂપલબેન કહે છે કે, આજે સ્ત્રી અબળા નહી, પણ સબળા અને સશક્ત થઈ છે. ઘરપરિવારની સારસંભાળની સાથોસાથ પુરૂષ સમોવડી બની રહી છે. આરામદાયક નોકરીના બદલે પોલીસની પડકારજનક નોકરી કરવા તે ઉત્સુક બની છે. ગુજરાતની શિક્ષિત બની રહેલી દીકરીઓની બદલાયેલી માનસિકતાનું આ સાર્થક પરિણામ છે. એટલે જ દરેક પરિવારે દીકરા દીકરીના ભેદ ભૂલીને સંતાનોને સમાન તક આપવી જોઈએ.

SHARE

Related stories

Latest stories