Protection From Heatwave : અમીરગઢ તાલુકામાં આરોગ્ય તંત્ર એલર્ટ તમામ આરોગ્ય કેન્દ્રો પર સતર્ક રહેવા સૂચના.
આરોગ્ય તંત્રએ હિટ વેવ થી બચવા શું કરવું પડે તે અંગે અપીલ કરાઈ
કાળઝાળ ગરમીએ લોકોની હાલત ખરાબ કરી દીધી છે. સતત વધી રહેલા તાપમાનને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગે સમગ્ર દેશમાં હીટવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે અમીરગઢ તાલુકામાં આરોગ્ય તંત્રએ હિટ વેવ થી બચવા શું કરવું પડે તે અંગે અપીલ કરાઈ છે.
Protection From Heatwave : અંદાજે 43 ડિગ્રી નોંધાતા તપમામ
ઉફ આ ગરમી એ તો બાળી નાખ્યા છે…આ શબ્દ દરેક એક વ્યક્તિ ના મુખે સાંભળવા મળી રહ્યા છે…કારણ કે,આકાશ માંથી સવાર થીજ અગન ગોળા વરસાવતી ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે અમીરગઢ તાલુકાના લોકો ને ગરમી થી હિટ વેવ ની આગાહી વચ્ચે બચવા માટે અપીલ કરાઈ છે. અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર છે ત્યારે અંદાજે 43 ડિગ્રી નોંધાતા તપમામ વચ્ચે હાઇવે પણ વાહનો વગર સુમસાન જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ લોકો ગરમી થી રાહત મેળવવા ઠંડા પીણા નો આશરો લેવા મજબૂર બન્યા છે આ વિસ્તાર માં બે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે જે તમામ આરોગ્ય કેન્દ્રો પર સતર્ક રહેવા સૂચન અપાઈ છે તે ઉપરાંત લોકો એ હિટ વેવ થી બચવા સુ કરવું પડે તે અંગે અપીલ કરાઈ છે.
તમે આ પણ વાંચી સકો છો :
Leopard: દીપડો પાકિસ્તાનથી ભારતીય સરહદમાં ઘૂસ્યો, પંજાના નિશાન જોઈને ટીમે તે શોધી કાઢ્યું
તમે આ પણ વાંચી સકો છો :