HomeGujaratSurat Diamond Bourse ના પ્રમોશન માટે આયોજન  -India News Gujarat

Surat Diamond Bourse ના પ્રમોશન માટે આયોજન  -India News Gujarat

Date:

Surat Diamond Bourse પ્રચાર અને પ્રસાર માટે 80 દેશોની ભાષામાં ડોક્યુમેન્ટ્રી બનાવાશે

Surat Diamond Bourse નું 100% કામ પૂર્ણ થયુ છે. 5 જૂને Surat Diamond Bourse માં ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી  કરશે  જેમાં 5 જૂને મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે હવે વિશ્વના દેશોમાં તેનો પ્રચાર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ડાયમંડ બુર્સ કમિટી દ્વારા ગુરૂવારે એજન્સી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 80 દેશોની સ્થાનિક ભાષામાં ડોક્યુમેન્ટ્રી બનાવી પ્રસાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2222 મિનિટના અલગ અલગ એપિસોડ બનાવી 80 દેશોમાં 6 મહિના સુધી પ્રસારિત કરવામાં આવશે. -India News Gujarat

Diamond Bourse ના ઓફિસ હોલ્ડરને પજેશન આપી દેવાયું

ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થઇ જતાં તમામ ઓફિસ હોલ્ડરને પજેશન આપી દેવાયું છે. ફર્નિચર માટે ઓફિસ હોલ્ડરે ડાયમંડ બુર્સ કમિટિની પરવાનગી લેવાની હોવાથી 450થી વધારે હોલ્ડરોએ ફર્નિચર માટેની પરવાની માંગી પણ લીધી છે, ટૂંક સમયમાં તેમને પરવાનગી આપી દેવામાં આવશે.

‘સુરત ડાયમંડ બુર્સ એ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે, ત્યારે સમગ્ર વિશ્વને ડાયમંડ બુર્સ વિશે જાણી શકે તે માટે પ્રચાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એક એજન્સી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ બધુ જ નક્કી છે. ડાયમંડ બુર્સનું ઉદ્ધઘાટન થાય તે પહેલા પ્રચાર કરવાનું શરૂ કરી દેવામાં આવશે.

દિવાળી પહેલા ઉદ્ઘટાન

ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમુક ઓફિસ હોલ્ડરો દ્વારા પરવાનગી લઈને ફર્નિચર કરવાની શરૂઆત પણ કરી દિધી છે. હવે પીએમ તારીખ આપે તેની રાહ જોવાઈ રહી છે. દિવાળી પહેલા જ ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવાનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Surat Diamond Bourseની ખાસિયત 

  • કુલ 4200 ઓફિસ આવી છે ડાયમંડ બુર્સમાં
  • 5 જૂને Surat Diamond Bourseમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે.
  • તમામ ઓફિસના માલિક પ્રગટાવશે દિવા
  • 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરાશે
  • દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. 
  • પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે.આ ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ 
  • અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી 
  • જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે.
  • સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.
  • સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે
  • Surat Diamond Bourseની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે.

તમે આ વાંચી શકો છો: world largest Diamond Bourse નું 100% કામ પૂર્ણ,5 જૂને થશે ગણેશ સ્થાપના

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories