Program Under MP Direction : 127 જેટલી કચરા ગાડી, ટ્રેક્ટર વિતરણનો કાર્યક્રમ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ. સી.આર પાટિલે શ્રીરામના દર્શન કરાવવાની ખાતરી આપી.
કુપોષણ મુક્ત નવસારી અભિયાન
સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વચ્છતા સાથે જ કુપોષણ મુક્ત નવસારી અભિયાન અંતર્ગત. વિવિધ કામોના લોકાર્પણ સાથે જ યોજનાને વેગવંતી બનાવવા માટે નવસારીના સાંસદ. અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
127 જેટલી કચરા ગાડી, ટ્રેક્ટર વિતરણનો કાર્યક્રમ
નવસારી જિલ્લા પંચાયત દ્વારા સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી અભિયાનને વેગ આપવા નવસારીના 389 ગામોમાં થયેલી કામગીરી અને ગામડાઓમાં કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતોને 127 જેટલી કચરા ગાડી, ટ્રેક્ટર વિતરણનો કાર્યક્રમ, જિલ્લાના ICDS વિભાગ અંતર્ગત કુપોષણ મુક્ત નવસારી અભિયાન હેઠળ થયેલ કામગીરી માટે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં નવસારીના સાંસદ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ઉપસ્થિત મહિલાઓને સંબોધિત કરતા પ્રથમ તો તમામને અયોધ્યામાં ભગવાનશ્રી રામના દર્શન કરવા લઇ જવાની ખાતરી આપી હતી. સાથે જ વર્ષ 2009 માં તેમના સાંસદ બન્યા બાદથી નવસારી દેશમાં અગ્રહરોળમાં જ રહ્યો છે. જેમાં સાંસદ આદર્શ ગામ હેઠળ ચીખલી દેશમાં પ્રથમ, સ્મોકલેશ જિલ્લામાં નવસારી દેશમાં પ્રથમ રહ્યો છે. નવસારીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનમાં 3 મહિનામાં મોટું પરિણામ મળ્યું છે અને જિલ્લાના 389 ગામો અને ત્રણ પાલિકાઓમાંથી જુનો કચરો હટાવી, નવા કચરાનો યોગ્ય નિકાલ કરી શકાય એ માટે 127 કચરા ગાડીઓ આજે આપવામાં આવી રહી છે.
Program Under MP Direction : 1500 કુપોષિત બાળકોમાંથી આજે ફક્ત ૩૦૩ બાળકો જ રહ્યા છે
નવસારી જિલ્લામાં હાથ ધર્વમાં આવેલી બાળકોમાં કુપોષણ દૂર કરવાની મુહિમ યંત્રગત. કુપોષણ દૂર કરવામાં અધિકારી, પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી 1500 કુપોષિત બાળકોમાંથી આજે ફક્ત ૩૦૩ બાળકો જ રહ્યા છે, જેના થકી નવસારી રાજ્યના કુપોષિત દર કરતા 6 ટકા નીચો રહ્યો છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Bharat Jodo Nyaya Yatra માં જોડાયા Akhilesh Yadav, થોડા દિવસ પહેલા જ થઈ હતી બેઠકની વહેંચણી