Primary Education In Tribal District : બે વર્ષ પહેલા ખાત મુહૂર્ત બાદ કામ શરૂ નથી થયું શિક્ષણનું સ્તર સુધારવાની વાત માત્ર વાતજ રહી.
આવેદનત્ર આપી વહેલા ઓરડાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેવી માંગ
તાપી જિલ્લાના ઉંચ્છલ તાલુકામાં આવેલ નુરાબાદ ગામે પ્રાથમિક શાળામાં તંત્ર દ્વારા બે વર્ષ પૂર્વે નવા ઓરડાનું નિર્માણ માટે ખાતમુહુર્ત કર્યું હતું જે ઓરડા નિર્માણ કાર્ય આજદિન સુધી શરૂ નાં થતાં ગ્રામજનોએ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનત્ર આપી વહેલા ઓરડાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
તાપીનું સરકારી તંત્ર ગોકુળ ગાય ગતિએ ચાલી રહ્યું
તાપી જિલ્લામાં જાણે પ્રાથમિક શિક્ષણ વિભાગને ગ્રહણ લાગ્યું હોય તે મુજબ તાપી જિલ્લામાં એક બાદ એક શાળાઓની સમસ્યા બહાર આવી રહી છે સરકાર એક તફર વિકાસની રફતારને ઝડપી બનાવી રહી છે ત્યારે તાપીનું સરકારી તંત્ર ગોકુળ ગાય ગતિએ ચાલી રહ્યું છે. જેની હાલાકી શાળામાં અભ્યાસ કરતા બાળકોએ વેઠવી પડી રહી છે આ વાત કરી રહ્યાં છે ઉચ્છલ તાલુકામાં આવેલ નુરાબાદ ગામે ધોરણ – 1 થી 8 ની પ્રાથમિક શાળાની જ્યાં તંત્ર દ્વારા શાળા માટે વર્ષ 2021-22 માં મંજુર થયેલ ઓરડાઓનું ખાતમૂહુર્તતો કર્યું હતું પરંતુ તે વાતને આજે બે વર્ષ વિતી ગયાં છે અને આજદિન સુધી શાળામાં ફાળવેલ ઓરડાનું બાંધકામ શરૂ નહીં થતાં ગ્રામજનો એ નારાજ થઈ તાપી જીલ્લા વિકાસ અધિકારી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં ગ્રામજનોએ માંગ કરી હતી કે વહેલીતકે ગામની શાળાને મંજુર કરેલ ઓરડા ઓનું બાંધકામ શરૂ કરવામાં આવે અને નાના બાળકોને પડતી મુશ્કેલીનું નિવારણ કરવામાં આવે.
Primary Education In Tribal District : પ્રાથમિક શિક્ષણનો પાયોજ નબળો હશે ત્યાં કી રીતે આગળ વધશે ગુજરાત ??
ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત ના નારા ખૂબ સાંભળવા મળે છે પરંતુ શું આવી રીતે ભણશે ગુજરાત ?? અને આદિવાસી બાળકોના શિક્ષણનું સ્તર આવી રીતે સુધારશે સરકાર ??? જ્યાં બાળકોને પાયા નું શિક્ષણ કહેવાય એવું પ્રાથમિક શિક્ષણનો પાયોજ નબળો હશે ત્યાં કી રીતે આગળ વધશે ગુજરાત ???? હવે માત્ર વાતો નહીં પણ નક્કર કામ માંગે છે ગુજરાત. અને શિક્ષણ મંત્રી એ સત્વરે આ વિસ્તારની પ્રાથમિક શાળાના બાળકોનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં ભરવા જોઈએ એવી માંગ સાથણીકો કરી રહ્યા છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: