Price Of Sugar Mills Make Farmers Angry : માંગરોળ મામલતદારને અપાયું આવેદન પત્ર માંગરોળના ખેડૂતો સુગર મિલના ભાવથી સંતુષ્ટ નથી.
1 એપ્રિલ શેરડીના ટન દીઠ ભાવ નક્કી કર્યા
હાલમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા 1 એપ્રિલ શેરડીના ટન દીઠ ભાવ નક્કી કર્યા છે. જે ભાવ ખેડૂતોને પોષાય એમ નથી જેથી માંગરોળ તાલુકાના ખેડૂતો એ માંગરોળ મામલતદાર ને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદે ફેર વિચારણા કરે એવી માંગ કરવામાં આવી છે.
સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે જે ભાવ પોષણક્ષમ નહીં
એક તરફ મોંઘવારી વધી છે અને બીજી તરફ સુગર મિલો પોષણક્ષમ ભાવ નથી આપતી જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે જે ભાવ પોષણક્ષમ નહીં હોવાના આક્ષેપ સાથે ખેડૂત આગેવાનો એ માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં વિવિધ સુગરો દ્વારા જે ભાવ આપવામાં આવ્યા છે જેના પર નજર કરવામાં આવે તૉ દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા હાલમાં બારડોલી 3524, મઢી 3225, ગણદેવી 3605, ચલથાણ 3206, સાયણ 3356, કામરેજ 3351, મહુવા 3233 અને પંડવાઈ 3101 રૂ. ટન દીઠ ભાવ પાડ્યો હતો. જોકે માંગરોળ તાલુકાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે એક તરફ મોંઘવારી અને બીજી તરફ ખર્ચ અને જયારે ભાવની વાત આવે ત્યારે સામાન્ય ભાવ આવે હાલમાં 50 થી 200 રૂ ભાવ વધારો સુગર મિલોએ આપ્યો છે.
Price Of Sugar Mills Make Farmers Angry : ખેડૂતોની હાલત દયનિય બનતી જાય છે
જોકે માંગરોળના ખેડૂતોએ આ ભાવ સામે વાંધો ઉઠાવી ગંભીર આક્ષેપ કર્યા હતા કે સહકારી મંડળીમાં મેન્ડેટ પ્રથા ખેડૂતોને લઈ દુબશે. જે રીતે સહકારી માળખામાં રાજકારણ હાવી થયું છે ત્યારથી ખેડૂતોની હાલત દયનિય બનતી જાય છે. માંગરોળ ખેડૂત સમાજ આગેવાન તેમજ કોંગ્રેસ આગેવાનો પણ હાજર રહ્યા હતા. જોકે હાલમાં સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા એ ભાવ સામે ખેડૂતો એ નારાજગી નોંધાવી માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપી ફરી સુગર મિલો ભાવને લઇ ફેર વિચારણા કરે એવી માંગ માંગરોળ તાલુકાના ખેડૂતો કરી રહ્યા હતા..
તમે આ પણ વાંચી સકો છો :
Code of Conduct: સુરતમાં આચારસંહિતાનો અમલ, નાગરિકો 1950 પર પુરાવા સાથે ફરિયાદ નોંધાવી
તમે આ પણ વાંચી સકો છો :
Ice Dish: સુરતમાં આઇસ ડિશ ખાતા પહેલા ચેતવા જેવું, પાલિકાએ શરૂ કરેલ રિપોર્ટમાં ત્રણ નમૂના ફેલ