HomeGujaratPrescription વગર દવા વેંચતા મેડીકલ સ્ટોર્સમાં દરોડા-India News Gujarat

Prescription વગર દવા વેંચતા મેડીકલ સ્ટોર્સમાં દરોડા-India News Gujarat

Date:

Prescription વગર દવા વેંચતા મેડીકલ સ્ટોર્સમાં દરોડા-India News Gujarat

Prescription વગર દવાઓનું વેંચાણ કરતા સુરત શહેરના કેટલાક મેડીકલ સ્ટોર્સ પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સિટી કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં કેટલાક મેડિકલ સ્ટોર ધરાવનારા ડોક્ટરના Prescription વગર જ નશામાં ઉપયોગમાં લેવાતી સિરપ અને દવાઓ આપી રહ્યાં છે. જેથી પોલીસે ડમી ગ્રાહક મોકલીને Prescription દવાઓ વેંચવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પાંડેસરા નેમનગર નિલકંઠ સ્ક્વેર ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર 1માં શિવ શક્તિ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી હતી. જેમાં ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક લાલારામ જેતારામ ચૌધરીએ કોઈપણ જાતના ડોક્ટરના Prescription વગર નશાયુક્ત દવાનું વેચાણ કર્યું હતું. જેથી પોલીસે મેડિકલ સ્ટોરમાં રહેલા અન્ય જથ્થાને પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદથી સિઝ કર્યો હતો.-India News Gujarat

Prescription વગર વેંચાતી કેટલી દવાઓ કબજે કરવામાં આવી ?-India News Gujarat 

પોલીસની રેડમાં નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી અલગ અલગ ટેબલેટ કેપ્સ્યુલ નંગ 407 અને નશાકાર સિરપ બોટલ નંગ 17 કબ્જે કરવામાં આવી હતી. જથ્થા બાબતેફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ મેડિકલ સ્ટોરના લાયસન્સધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. Prescription વગર દવાઓનું વેંચાણ કરવું એ ગેરકાયદેસર છે અને જો કોઇ મેડીકલ સ્ટોર્સ ધારક વધુ નફો રળી લેવાની લાલચે Prescription વગર દવાઓનું વેંચાણ કરતા ઝડપાશે તો તેની સામે ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવુ સુરત પોલીસે જણાવ્યું છે.

આપ આ પણ વાંચી શકો છોઃ-Sugar Control: ડાયાબિટીસમાં સુગર કંટ્રોલમાં રાખવા માટે દૂધ સાથે કરો આ વસ્તુઓનું સેવન

આપ આ પણ વાંચી શકો છોઃ-Coffee: કોફી પીવાના ફાયદા અને ગેરફાયદા

SHARE

Related stories

Latest stories