અમદાવાદઃ પ્રિમોન્સુન કામગીરી એ રાજ્યસરકારના તમામ વિભાગો માટે મહત્વની થઈ પડતી હોય છે દર વર્ષે નવસારી પાલિકા પ્રિ મોન્સુન માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે જેમાં રોડ રસ્તા, ખાડી ને સફાઈ જેવા વિવીધ કામો હાથ ધરવામાં આવે છે. જો કે, હજુ સુધી નવસારી પાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં નહીં આવી હોવાથી તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. તેમજ લોકડાઉનના કારણે નવસારીમાં વિકાસલક્ષી કામગીરી થઈ શકી નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે નવસારી શહેરની 1 લાખ 50 હજારની વસ્તીના હિતમા પાલિકા દ્વારા પ્રી મોન્સ્સૂનની જરુરી કામગીરી કરવામા આવી નથી. જેના કારણે શહેરમા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. કોરોનાની મહામારીના કારણે ૫૦ દિવસ થી વધુ લોક્ડાઉન હતું જેના કારણે વિકાસ લક્ષી કામો થઈ શક્યા નથી અને જયારે લોકડાઉન ખુલ્યા બાદ મજૂરો અને રોજીંદા કામદારો પોતાના માદરે વતન પરત ફરતા કામો અટકી પડ્યા છે. પાલિકા હદ વિસ્તારમાં આવતી ખાડીને સાફ કરવાનું કામ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું પરતું સફાઈનું કામ યોગ્ય રીતે ન થતા આ વખતે ફરી ચોમાસાના દિવસોમાં સ્થાનિકો એ હેરાન થવું પડેશે. આ ખાડી સાફ ન થવાથી આજુ બાજુ આવેલા વિસ્તરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા દર વર્ષે થતી હયો છે ત્યારે પાલિકાને ખ્યાલ હોવા છતાં કામ સફાઈની કામગીરી પૂરી થઈ શકી નથી.