HomeGujaratPran Pratistha Mohotsav/શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવાળીની જેમ મનાવવા આહ્વાન/INDIA NEWS...

Pran Pratistha Mohotsav/શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવાળીની જેમ મનાવવા આહ્વાન/INDIA NEWS GUJARAT

Date:

શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મધ્યપ્રદેશની મુલાકાતે, શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવાળીની જેમ મનાવવા આહ્વાન

અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. સાધુ સંતોની માંડીને વિભિન્ન સંગઠન પણ 22 જાન્યુઆરીનો દિવસ ભવ્ય રીતે ઉજવવા માટે તાડામાર તૈયારીઓમાં જોતરાયા છે. શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્મા પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ રાજ્યોની મુલાકાતે છે. દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે શ્રી બજરંગ સેનાની હિન્દુત્વ શેરની પ્રદેશ અધ્યક્ષ માયા વિશ્વકર્મા અને તેમની ટીમ દ્વારા હિતેશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ શ્રી બજરંગ સેનાના મધ્યપ્રદેશના અધ્યક્ષ સહયોગ તોમર અને પ્રદેશ સંયોજક દીપક મીણા સહિતની ટીમે પણ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ યોજાયેલી સંગઠનની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્મા અને મીડિયા પ્રભારી મહેન્દ્ર પાટીલ દ્વારા સૌને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ આગામી 22 મી જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ દિવાળીની જેમ ઉજવવા માટે આહ્વાન કર્યું હતું. હિતેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે તે દિવસે દરેક સાથીઓએ પોત પોતાના ઘરે પાંચ પાંચ દીવડા પ્રગટાવવા અને અન્ય લોકોને પણ આવું કરવા પ્રેરિત કરવાની અપીલ કરી હતી.

SHARE

Related stories

Latest stories