HomeGujaratPower Of Media : ઈન્ડિયા ન્યુઝ ગુજરાતની ખબરની અસર, ગાર્ડનના સમાચાર પ્રસારિત...

Power Of Media : ઈન્ડિયા ન્યુઝ ગુજરાતની ખબરની અસર, ગાર્ડનના સમાચાર પ્રસારિત થતાં નેતાઓ નિરીક્ષણ માટે પહોંચ્યા – India News Gujarat

Date:

Power Of Media : નેતાઓ નિરીક્ષણ માટે પહોંચતા જ ગાર્ડનમાં ભાગદોડ મચી ગાર્ડન સમિતિના ચેરમેન. શાસક પક્ષના નેતાનું સ્થળ નિરક્ષણ અધિકારીઓ અને ડેપ્યુટી મેયર ફ્લાવર ગાર્ડન પહોંચ્યા.

ગેટ સિવાય અન્ય ક્યાંય પણ સિક્યુરિટી ગાર્ડ નથી

ગાર્ડનની અંદર જાહેરમાં જ પ્રેમી પંખીડાઓ પ્રેમાલાપ. ગાર્ડનના ગેટ સિવાય અન્ય ક્યાંય પણ સિક્યુરિટી ગાર્ડ નથી હોતા.જેનો ફાયદો પ્રેમી પંખીડાઓ ઉઠાવતા નજરે પડ્યા આ બાબતે નિરીક્ષણોએ વધુ તપાસની ખાતરી આપી.

Power Of Media : ડેપ્યુટી મેયર ફ્લાવર ગાર્ડનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ ફ્લાવર ગાર્ડનનો વિડીયો ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા પ્રસારિત કરવામાં આવતા. સુરત શહેરના ગાર્ડન સમિતિના ચેરમેન શાસક પક્ષનેતા અને ડેપ્યુટી મેયર ફ્લાવર ગાર્ડનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. નિરીક્ષણ કર્યા બાદ તેઓ દ્વારા જે જે બાબતની ખામીઓ દેખાઈ આવી હતી. તેના માટે લાગતા વળગતા અધિકારીઓને સૂચન કર્યા હતા.

બે વર્ષનો સમય વીતી ગયો અને ફ્લાવર ગાર્ડન બદલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું

ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત પર ફ્લાવર ગાર્ડનમાં પ્રેમી પંખીડા દ્વારા ગાર્ડનમાં પ્રેમાલાપ થતો હોવાની ખબર ચલાવ્યા બાદ. સાસકો દ્વારા સ્થળ વિઝિટ કરીને સમગ્ર મામલાની સમીક્ષા કરી હતી. આશરે બે વર્ષ અગાઉ જ્યારે ડીંડોલી ફ્લાવર ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બે વર્ષનો સમય વીતી ગયો અને ફ્લાવર ગાર્ડન બદલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા આ ડીંડોલી ફ્લાવર ગાર્ડનને પ્રાઇવેટ સંસ્થાને પીપીપી ધોરણે જાળવણી કરવા માટે આપવામાં આવ્યું હતું. પરંતુ પ્રાઇવેટ સંસ્થા એવા રાજહંસ ગ્રુપ દ્વારા ક્યાંકને ક્યાંક આ ગાર્ડનની જાળવણીમાં નિષ્ક્રિય સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સ્વચ્છતા ના બાબતે ક્યાંક સુરક્ષા દેખાતી નથી અને સાથે સાથે વાત કરીએ તો.

Power Of Media : સુરક્ષા વ્યવસ્થામાં જે કોઈ ચૂક થતી હોય છે તે માટે સિક્યુરિટી ગાર્ડ વધારવાની વાત

આટલા મોટા ગાર્ડનમાં એકથી વધુ વોચમેન હોતા નથી જેના કારણે પ્રેમી પંખીડાઓ તેનો ફાયદો ઉઠાવી. ખૂણામાં દબાઈ બીભત્સ ચેન ચાળા ઓ કરતાં હોવાનું સામે આવ્યું હતું. ગાર્ડન સમિતિના ચેરમેન ગીતાબેન સોલંકી શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી. અને ડેપ્યુટી મેયર સહિતના સાસકો ઓચિંતા આ ગાર્ડનની મુલાકાત લેતા આ ગાર્ડનના કર્તાધર્તાઓમાં ભાગદોડ બચી જવા પામી હતી. તમામ લોકોએ જ્યારે આ ગાર્ડનનું નિરીક્ષણ કર્યું તો ઠેકઠેકાણા ઉપર ગાર્ડનમાં ત્રુટીઓ જોવા મળી હતી. જેના કારણે નિરીક્ષણ કરતા હોય આ ત્રુટીઓ જલ્દીથી જલ્દી દૂર થાય તે માટે. અને સુરક્ષા વ્યવસ્થામાં જે કોઈ ચૂક થતી હોય છે. તે માટે સિક્યુરિટી ગાર્ડ વધારવાની વાત ઇન્ડિયા ન્યુઝ ગુજરાત સાથે કરી હતી.

પાલિકા તંત્ર અને શાસકો દ્વારા સ્થળ મુલાકાત કરીને સમગ્ર હકીકતની જાણકારી મેળવાય હતી

ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા ગાર્ડન ખાતે ચાલતા પ્રેમી પંખીડાની હરકતો બાબતે અહેવાલ પ્રસારિત કર્યા બાદ. હરકતમાં આવેલા પાલિકા તંત્ર અને શાસકો દ્વારા સ્થળ મુલાકાત કરીને સમગ્ર હકીકતની જાણકારી મેળવાય હતી. અને ગાર્ડન સંચાલક સહિત સુરક્ષા ગાર્ડને હાલ સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે હવે આ સૂચનાનું કેટલું પાલન થાય છે એતો આવનારા સમયમાં સામે આવશે.

તમે આ પણ વાચી શકો છો :

Manipur: મણિપુર હાઈકોર્ટે 2023ના મેઈટીને એસટી યાદીમાં સામેલ કરવાના આદેશને રદ કર્યો

તમે આ પણ વાચી શકો છો :

Kharge Security: Congress અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને Z Plus સુરક્ષા મળશે

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories