સુપ્રીમ કોર્ટે ગુરુવારે (15 ફેબ્રુઆરી 2024) ચૂંટણી બોન્ડ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરી છે અને તેના પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે આ યોજના આરટીઆઈનું ઉલ્લંઘન છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધીમાં SBI પાસેથી ઈલેક્ટોરલ બોન્ડની માહિતી માંગી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ પીએમ મોદીના રાજીનામાની માંગ કરી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ શું કહ્યું?
સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તેમણે કહ્યું કે મોદીએ પાર્ટીના હિત માટે રાજીનામું આપી દેવું જોઈએ.
સર્વસંમત ચુકાદો
ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને પડકારતી અરજીઓ પર ચુકાદો સંભળાવતા CJI DY ચંદ્રચુડે કહ્યું કે બેન્ચનો નિર્ણય સર્વસંમત છે. તેમણે કહ્યું કે આ કેસમાં બે નિર્ણયો છે, પરંતુ બંનેનો નિષ્કર્ષ એક જ છે.