HomeGujaratPM Modi on tour to Gujarat: 18મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે...

PM Modi on tour to Gujarat: 18મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે – India News Gujarat

Date:

PM Modi on tour to Gujarat

ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: PM Modi on tour to Gujarat: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષના અંતે યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ જ કવાયતના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18મી એપ્રિલે ગુજરાતના બે દિવસના પ્રવાસે જશે. અગાઉ વડાપ્રધાન 19મી એપ્રિલે ગુજરાત જવાના હતા. India News Gujarat

કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની લેશે મુલાકાત

PM Modi on tour to Gujarat: અત્યંત આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓના ખાત મુહર્ત અને લોકાર્પણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી 18મી એપ્રિલે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની તેઓ મુલાકાત લેશે અને ત્યાં જરૂરી માર્ગદર્શન અને નિર્દેશો રાજ્ય સરકારને આપશે. ત્યારબાદ વડાપ્રધાન રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે. India News Gujarat

જામનગરમાં આયુર્વેદિક કેન્દ્રનું કરશે ભૂમિપૂજન

PM Modi on tour to Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી એપ્રિલે સવારે બનાસકાંઠા જશે. જ્યાં તેઓ દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. અને સાથે મહિલા પશુપાલકોના વિશાળ સંમેલનને પણ સંબોધશે. બનાસકાંઠાના કાર્યક્રમ બાદ વડાપ્રધાન ત્યાંથી સીધા જામનગર પહોંચશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી WHO અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસથી બનનારા આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે WHOના DG ઉપરાંત તેમના અધિકારીઓની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વગેરે અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. અત્રે આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતની પારંપારિક આયુર્વેદ દવાઓને WHO દ્વારા માન્યતા આપવામાં આવી છે. અને તેના માટે જામનગરની વિશ્વ વિખ્યાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં આયુર્વેદિક દવાઓના સંશોધન કરવા માટે સેન્ટર બનાવવા માટે પસંદગી કરાઈ છે. જેના ભાગરૂપે આ સેન્ટરનું ભૂમિ પૂજન વડાપ્રધાનના હસ્તે થશે. India News Gujarat

આયુષ મંત્રાલયના બે દિવસીય પરિસંવાદનું કરશે ઉદ્ઘાટન

PM Modi on tour to Gujarat: 20મી એપ્રિલે વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની વિગતો આપતાં સૂત્રોએ જણાવ્યું કે, આયુષ મંત્રાલય દ્વારા મહાત્મા મંદિરમાં બે દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. India News Gujarat

દાહોદમાં વિશાળ આદિવાસી સંમેલનને કરશે સંબોધન

PM Modi on tour to Gujarat: મહાત્મા મંદિરના કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જવા રવાના થશે. જ્યાં આદિવાસી વિસ્તારો માટેની વિવિધ યોજનાનું લોકાર્પણ તેમ જ ખાત મુહૂર્ત કરશે. દાહોદની તેમની મુલાકાત દરમિયાન યોજવામાં આવેલા વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત કરશે. India News Gujarat

એક મહિનામાં બીજી વખત વડાપ્રધાનનો પ્રવાસ

PM Modi on tour to Gujarat: અત્રે નોંધનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો 10મી માર્ચે આવ્યા એના 48 કલાકમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા અને આ પ્રવાસ દરમિયાન તેમણે અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં ત્રણ રોડ શો કર્યા હતા. સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સાથે સંવાદ પણ કર્યો હતો. India News Gujarat

PM Modi on tour to Gujarat

આ પણ વાંચોઃ Germany on G-7 meeting: ભારતને ટૂંક સમયમાં આમંત્રણ મોકલીશું – India News Gujarat

આ પણ વાંચોઃ पिछले 24 घंटे में सामने आए 1,088 नए केस, इतने लोगों ने गंवाई जान

SHARE

Related stories

Latest stories