HomeGujaratPM Modi:ગુજરાત જરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા-India News Gujarat

PM Modi:ગુજરાત જરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા-India News Gujarat

Date:

PM Modi ગુજરાત પ્રવાસે 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી ખાતે પોહચે એ પહેલા વહીવટીતંત્રે ધ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી હતી. નવસારીના ખુડવેલ ખાતે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં પીએમ મોદીએ લાખોની જનમેદનીને સંબોધિત કર્યું-India News Gujarat

ગુજરાત ગૌરવ અભિયાનનો હિસ્સો બનવું મારા માટે ગૌરવની પળ:પીએમ મોદી 

સંબોઘન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે,પહેલા અહીં એક પણ વિજ્ઞાનની શાળા નહોતી,પરંતુ 2001માં સતામાં આવ્યા બાદ મેં પહેલા આ વિસ્તારમાં વિજ્ઞાન શાળાની સ્થાપના કરી.જેનાથી આદિવાસી વિદ્યાર્થીઓ માટે પણ ઈજનેર અને મેડિકલનો અભ્યાસ શક્ય બન્યો.આજે આદિવાસી વિસ્તારમાં શાળાઓ નહીં પણ યુનિવર્સિટીઓ પણ બની રહી છે.ગોવિંદ ગૂરૂના નામે, બિરસા મુંડાના નામે યુનિવર્સિટી બનાવી. વિકાસ કરવો હોય તો જંગલ વિસ્તારમાં પણ જવુ પડે છે અને આ કરવા અમે પ્રયત્નશીલ છીએ.વધુમાં તેમણે કહ્યું કે,લાખો લોકોનું જીવન બદલવાનું અમારૂ આયોજન છે.

વડાપ્રધાનનું સંબોધન કરતાં કહ્યું 

  • આટલી વિશાળ સંખ્યામાં જનમેદીની તો મારા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પણ ન હતી
  • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની જોડીએ આ સફળ બનાવ્યું
  • અમે ચૂંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા આવ્યા છીએ, ચૂંટણી તો લોકોના આશીર્વાદથી જીતીએ છીએ
  • ગુજરાત ગૌરવ અભિયાનનો હિસ્સો બનવું મારા માટે ગૌરવની પળ
  • આજે 5 લાખ લોકો એકત્ર થયા એ ગૌરવની વાત છે
  • મને આવતા વાર લાગી, કેમ કે હું આદિવાસી ભાઈ-બહેનોની વાત સાંભળતો હતો
  • ચૂંટણી આવી એટલે કામ થાય એવું નથી, આ ચુનૌતી છે, એક અઠવાડિયું એવું શોધી લાવો કે જ્યારે વિકાસનું કોઈ કામ ન કર્યું હોય
  • ભૂતકાળમાં આ તમારા આદિવાસી વિસ્તારમાં એક મુખ્યપ્રધાન હતા, તેમના વિસ્તારમાં પાણીની ટાંકી ન હતી, તેઓ હેન્ડપંપ લગાવે અને 12 મહિને બગડી જતો હતો, હું મુખ્યમંત્રી તરીકે આવ્યો અને અમે તેમના ગામમાં પાણીની ટાંકી બનાવી
  • અહીં હું થેલો લગાવીને આવતો, મને ભૂખ્યા રહેવાની નોબત નહોતી આવી, તમારા પ્રેમ અને આશીર્વાદ મળ્યા, આદિવાસી વિસ્તારમાં કામ કરવાનો મોકો મળ્યો, એનાથી વધુ તેમની પાસેથી શીખવા મળ્યું, તેઓ પર્યાવરણની રક્ષા કરનારો સમાજ છે.-India News Gujarat

 

SHARE

Related stories

Latest stories