HomeGujaratPM Modi ની નવસારીને કરોડોનાં વિકાસનાં કામોની ભેટ-India News Gujarat

PM Modi ની નવસારીને કરોડોનાં વિકાસનાં કામોની ભેટ-India News Gujarat

Date:

PM Modi એ 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું 

(PM Modi)વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી નાં ખુડવેલ ખાતે 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.પી.એમ મોદીએ ખુડવેલ ખાતે વિશાળ જન સભાને સંબોધન કર્યું હતું. આ પહેલા તેઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા.-India News Gujarat

વડા પ્રધાન મોદીનાં કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ખુડવેલથી વડાપ્રધાન દ્વારા ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાનાં કુલ 2151 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં 1510 કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની 98 કરોડ, આરોગ્ય વિભાગની 542 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. લોકાર્પણની વાત કરવામાં આવે તો 901 કરોડના કુલ લોકાર્પણ કરાયું હતું. જેમાં 749 કરોડની પાણીની યોજના, 85 કરોડ ઊર્જા, 46 કરોડ માર્ગ મકાન, અને 20 કરોડના શહેરી વિકાસનાં કામોનો સમાવેશ થાય છે.

ખુડવેલ ખાતે વિશાળ જન સભાને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપ્રેન્દ્ર પટેલની જોડીની વાહવાહ કરી હતી. સંબોધનમાં તેઓ લગભગ 8થી 10 વખત સી.આર પાટીલનું નામ તેમજ મુખ્યમંત્રીનાં નામનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે. જેથી ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી પર વિશ્વાસ મુક્યો છે-India News Gujarat

SHARE

Related stories

Latest stories