HomeGujaratPetrol Diesel Price: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં વધારો – India News...

Petrol Diesel Price: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં વધારો – India News Gujarat

Date:

Petrol Diesel Price

ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હીઃ Petrol Diesel Price: દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે મધ્યમવર્ગીય પરિવારના ખિસા પર ભારણ વધી ગયું છે. અને તેમનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાના પગલે અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ હાલના તબક્કે નકારી શકાય નહિ. બુધવારે જે ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં થયો છે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો તો ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો નોંધાયો છે. આટલું ઓછું હોય એમ CNGના ભાવમાં પણ ગુજરાતમાં ધરખમ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા ખૂબ જ મોટો ઝટકો CNG વપરાશકારોને આપવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા તેના ભાવમાં કિલો દીઠ રૂ. 6.45 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે તેની કિંમક 76.98 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. India News Gujarat

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

Petrol Diesel Price: ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવ પર નજર કરીએ તો અમદાવાદ – 105.06, રાજકોટ-104.82, સુરત-104.93, વડોદરા-104.71 પ્રતિ લિટર ભાવ છે. જ્યારે ગુજરાતના ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ આ પ્રમાણે રહ્યો છે. અમદાવાદ- 99.40, રાજકોટ-99.18, સુરત-99.30, વડોદરા-99.07 પ્રતિ લિટર છે. India News Gujarat

16 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 14મી વખત વધારો

Petrol Diesel Price-1

Petrol Diesel Price: બુધવારે એટલે કે આજે, ઇંધણના ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાના વધારા સાથે, છેલ્લા 16 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના 14મા વધારા પછી, તે 10 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે પેટ્રોલ 105 રૂપિયાને પાર પહોંચી ગયું છે, જ્યારે મુંબઈમાં 120 રૂપિયાને પાર પહોંચી ગયું છે. ભાવમાં તાજેતરના વધારા સાથે, પેટ્રોલની કિંમત હવે દિલ્હીમાં 105.41 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં 84 પૈસાના વધારા બાદ પેટ્રોલ 120.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85 પૈસા પ્રતિ લીટર 104.77 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. India News Gujarat

કિંમતો દરરોજ સવારે 6 વાગ્યે થાય છે જાહેર

Petrol Diesel Price: એ જાણવું મહત્વપૂર્ણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઇંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે છેલ્લા 15 દિવસમાં તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દરોમાં ફેરફાર કરે છે. (પેટ્રોલ ડીઝલની કિંમત 6 એપ્રિલ 2022) ઇન્ડિયન ઓઇલ જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ સુધારા સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવે છે. India News Gujarat

Petrol Diesel Price

આ પણ વાંચોઃ IMF on Modi Government: IMFએ પણ મોદી સરકારની યોજનાની કરી પ્રશંસા – India News Gujarat

આ પણ વાંચોઃ Nitin Gadkari Statement on The Kashmir Files नहीं पहुंच रहा हमारे देश के लोगों तक सही इतिहास

SHARE

Related stories

Latest stories