HomeBusinessPetrol-Diesel - પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો;...

Petrol-Diesel – પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો; ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂપિયા 200નો ઘટાડો જાહેર થતા મધ્યમ વર્ગમાં દિવાળીનો માહોલ – India News Gujarat

Date:

Petrol-Diesel માં મોટો ઘટાડો

આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તુંકેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે.

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ માહિતી આપી છે અને આ આદેશ આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે એક બેઠકમાં રાજ્યોને એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની સલાહ પણ આપી હતી. Petrol-Diesel, Latest Gujarati News

ઉજ્જવલા સ્કીમ હેઠળના ગેસ સિલિન્ડર પર રૂપિયા 200 સબિસિડી ફરી શરૂ

આ સાથે સરકારે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200નો ઘટાડો જાહેર કર્યો છે, એટલે કે સરકાર હવે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200 સબસિડી આપશે. નાણાં મંત્રીએ PM ઉજ્જવલા યોજના હેઠળના સિલેન્ડર પર આ વર્ષે રૂપિયા 200ની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સાથે એક પરિવારે વર્ષમાં 12 સિલેન્ડર મળશે. તેનાથી દેશમાં 9 કરોડ પરિવારને લાભ મળશે. આમ કહી શકાય કે મધ્યમ વર્ગ માટે સરકારે મોટી જાહેરાત કરી નાખી છે. Petrol-Diesel, Latest Gujarati News

પ્લાસ્ટિક અને સ્ટીલ પ્રોડક્ટ્સ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે જ્યાં આપણી આયાત નિર્ભરતા વધારે છે ત્યા અમે પ્લાસ્ટિક પ્રોડક્ટ્ માટે રોમટેરિયલ તથા મીડિયેટર્સ પર એક્સાઈસ ડ્યુટી પણ ઓછી કરી રહ્યા છીએ. આ ઉપરાંત સ્ટીલના કેટલાક રોમટેરિયલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ હવે જોવું રહેશે કે બજાર પર આ ભાવ ઘટાડાની કેવા પ્રકારની અસર જોવા મળશે. Petrol-Diesel, Latest Gujarati News

તમે આ પણ વાંચી શકો છો – RBI Dividend : RBI કેન્દ્ર સરકારને રૂ. 30,307 કરોડનું ડિવિડન્ડ આપશે – India News Gujarat

SHARE

Related stories

Latest stories