HomeGujaratPanchaprana Pratijna/ગ્રામકક્ષાએ બાર દિવસ દરમિયાન ૧,૨૦,૨૫૧થી વધુ નાગરિકોએ જોડાઈને લીધી પંચપ્રણ પ્રતિજ્ઞા/India...

Panchaprana Pratijna/ગ્રામકક્ષાએ બાર દિવસ દરમિયાન ૧,૨૦,૨૫૧થી વધુ નાગરિકોએ જોડાઈને લીધી પંચપ્રણ પ્રતિજ્ઞા/India News Gujarat

Date:

‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ સુરત શહેર-તાલુકા, ગ્રામકક્ષાએ બાર દિવસ દરમિયાન ૧,૨૦,૨૫૧થી વધુ નાગરિકોએ જોડાઈને લીધી પંચપ્રણ પ્રતિજ્ઞાઃ

ગ્રામ્ય, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ૬૦૯ શિલાફલકમનું સ્થાપન કરવામાં આવ્યું

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત શહેર-જિલ્લામાં ૫૫,૧૨૫ થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ૭૩૫ અમૃતવાટિકાઓનું નિર્માણ કરાયું

‘મારી માટી, મારો દેશ’ અભિયાન દરમિયાન ૧,૯૮,૩૫૪ નાગરિકોએ પોતાની સેલ્ફી લઈને અપલોડ કરી:

આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ભારતભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન યોજાયું હતું. તા. ૯ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે તેમજ મહાનગરપાલિકામાં વોર્ડ વાઈઝ કાર્યક્રમો પણ યોજાયા હતા. સુરત જિલ્લાની ૫૬૬ ગામપંચાયત, ૯ તાલુકા પંચાયતો તથા ચાર નગરપાલિકાઓ અને મહાનગરપાલિકામાં મળી કુલ ૧,૨૦,૨૫૧ લોકોએ જોડાઈને પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં ૫૫,૧૨૫ વૃક્ષોનું વાવેતર કરી ૭૩૫ અમૃત વાટિકાઓ તૈયાર કરવામાં આવી છે.વીરોને વંદન કાર્યક્રમ હેઠળ ૬૩૮ વીર શહીદોના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સુરત જિલ્લામાં ૫૬૬ ગ્રામ પંચાયતો, ચાર નગરપાલિકાઓ તથા નવ તાલુકાકક્ષાએ તથા મ.ન.પા.ના ૩૦ વોર્ડ ખાતે મળી કુલ ૬૦૯ શિલાફલકમની સ્થાપના કરવામાં આવી છે. સમગ્ર અભિયાન દરમિયાન ૧,૯૮,૩૫૪ નાગરિકોએ પોતાની સેલ્ફી લઈને અપલોડ કરી છે. કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમમાં સહભાગી થયા હતા. હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દીવો રાખીને એક્તા અને અખંડિતતા માટે નાગરિકોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આમ સુરત શહેર-તાલુકા, ગ્રામકક્ષા, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા કક્ષાના ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં સમગ્ર કાર્યક્રમોમાં મંત્રીઓ, ધારાસભ્યઓ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો-સદસ્યો, કોર્પોરેટરો, સરપંચો, આંગણવાડીની બહેનો, પોલીસ વિભાગના અધિકારીઓ, શિક્ષકો-વિદ્યાર્થીઓ જોડાયા હતા.

SHARE

Related stories

Latest stories