Painting Using Mouth And Foot : મોંઢાથી અને પગથી બ્રશ પકડીને તૈયાર કરાયું રામમંદિર ચિત્ર. ભગવાન રામ અને નરેન્દ્ર મોદીને ચિત્રમાં અંકિત કરાયા.
મોઢા વડે બ્રશ પકડીને રંગો પૂરવામાં આવી
સુરત સહિત સમગ્ર ભારત રામમય બની રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં રામના નામનો રંગ જોવા મળી રહ્યો છે. 22 તારીખે રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા પહેલા જાણે દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. ત્યારે સુરતમાં પણ તેની તૈયારીઓ થઈ છે. સુરતના mouth and foot પેઇન્ટિંગ આર્ટિસ્ટ દ્વારા અયોધ્યા મંદિર માટે એક ખાસ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેમના દ્વારા મોઢા વડે બ્રશ પકડીને રંગો પૂરવામાં આવી રહ્યા છે.
ભારતમાં આવા 40 ચિત્રકારો છે
મનોજ ભીંગરે સુરતના એક માત્ર આર્ટિસ્ટ છે. જેઓ મોઢા અને પગથી પેઇન્ટિંગ કરી શકે છે. આખા ભારતમાં આવા 40 ચિત્રકારો છે. અને ગુજરાતમાં માત્ર ત્રણ ચિત્રકારો એવા છે. જેઓ હાથ પગેથી દિવ્યાંગ હોવા છતાં બખૂબી પેઇન્ટિંગ કરી જાણે છે. જેમાંથી મનોજ ભીંગરે એક છે. મનોજભાઈ દસ વર્ષના હતા ત્યારે એક બસ અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી ચૂક્યા છે. પણ તેમ છતાં તેઓએ હિંમત નથી હારી અને તે બાદ અભ્યાસની સાથે સાથે ચિત્રકામનો શોખ પણ પૂરો કરતા ગયા. અને આજે તેઓએ પોતાની અલગ ઓળખ એક કલાકાર તરીકે ઊભી કરી છે. મનોજભાઇ એ આ પહેલા પણ રાજકીય નેતાઓના અને સંતો મહંતો, સામાજિક કાર્યકરોના ચિત્રો તૈયાર કરી ચુક્યા છે. પરંતુ રામ મંદિર માટે તેઓની ઈચ્છા હતી કે તેઓ કંઈક અલગ કરે. અને એટલા માટે તેમના દ્વારા આ પેઈન્ટિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
બીજું ચિત્ર દેશના પીએમ નરેન્દ્ર મોદીનું પણ છે
આ તસ્વીરમાં અયોધ્યા મંદિર સાથે શ્રી રામનું ચિત્ર દોરાયું છે. જ્યારે તેમની સાથે બીજું ચિત્ર દેશના પીએમ નરેન્દ્ર મોદીનું પણ છે. જેમના થકી કરોડો દેશવાસીઓનું આ સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે. મનોજભાઈની ઈચ્છા છે કે આ તસવીર અયોધ્યા મોકલે. અને તેમની મહેનત સફળ થાય. પગ અને મોઢા થી બર્સ પકડીને મનોજભાઇ દ્વારા શ્રીરામ મંદિર સાથે ભગવાન રામ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી અંકિત કરતું આ પેંટિંગ અદભૂત દેખાઈ રહ્યું છે. અને આને જોઈને કોઈ કહી પણ ના શકે કે કોઈક વિકલાંગ ચિત્રકારે આ પેંટિંગ બનાવ્યું હશે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :
Supernatural Rangoli/અયોધ્યાના ભવ્ય રામ મંદિરને સુરતની ભૂમિથી અલૌકિક રંગોળી સમર્પિત