HomeGujaratPaddy Planting : દક્ષિણ ગુજરાત સહીત ઓલપાડ તાલુકામાં ડાંગરની રોપણી, હજારો હેક્ટર...

Paddy Planting : દક્ષિણ ગુજરાત સહીત ઓલપાડ તાલુકામાં ડાંગરની રોપણી, હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર પૂર જોશમાં – India News Gujarat

Date:

Paddy Planting : ખેડૂતો ખેતરમાં પાણી ભરી ટ્રેક્ટર દ્વારા ઘાવલ કર્યા 80,000 એકરથી વધારેનું વાવેતર થવાની સંભાવના.

ઉનાળુ અને ચોમાસુ ડાંગરની રોપણી કરતા હોય

સુરત જીલ્લા સહિત ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરડી પછીનો મુખ્ય પાક જો ખેડૂતો લેતા હોય તો ડાંગર છે. અને ખેડૂતો ઉનાળુ અને ચોમાસુ ડાંગરની રોપણી કરતા હોય છે. ત્યારે ઓલપાડ તાલુકાના ખેડૂતોએ ડાંગરના ધરું ખેતરમાં રોપણી કરી હતી. અને ધરું તૈયાર થઇ જતા ખેડૂતો એ ધરુંની ફેર વાવણી શરુ કરી દીધી છે.

Paddy Planting : 80,000 એકરથી વધારેનું વાવેતર થવાની સંભાવના

ઓલપાડ તાલુકામાં ઉકાઈ જળાશયને લઇ બારમાસી કેનાલ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી. અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બની છે. ખાસ કરીને ડાંગર પાક ચોમાસુ અને ઉનાળુ એમ બંને ઋતુમાં પાક લઇ શકાતો હોય. ઓલપાડ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે. જેના ભાગરૂપે હાલ ઓલપાડ સહીત સુરત જીલ્લાનાં વિવિધ તાલુકા પંથકમાં ડાંગરની વાવણી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો સુરત જિલ્લો અને નવસારીમાં લગભગ 80,000 એકરથી વધારેનું વાવેતર થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ઉકાઈ જળાશયનાં પાણીને કારણે લગભગ 20 થી 25 લાખ ગુણીનાં ઉનાળું ડાંગરનો પાક થાય છે. તો કેટલાક ખેડૂતો ડાંગર રોપણી કરી દીધી છે જેમ ડાંગરનું ધરું અને ઘાવલ ખેતરમાં તૈયાર થાય તેમ તેમ ખેડૂતો ડાંગરની વાવણી કરી રહ્યા છે.

યોગ્ય માવજત ને લઈ રોગ જીવાતનો ઉપડ્રવ ઓછો જોવા મળે

ઉનાળુ ડાંગરની વાવણી અગાઉ ડાંગરનું ધરુંની વાવણી કર્યા બાદ ધરું વાવણી લાયક થયા બાદ. ખેતરને વાવણી લાયક બનાવી કેનાલ તેમજ ખાડી માંથી ખેતરમાં જરૂરી પ્રમાણમાં પાણી ભરી બળદ. તેમજ ટ્રેક્ટર દ્વારા ઘાવલની પ્રક્રિયા કરી સાફસફાઈ કરી તૈયાર કરેલ ડાંગર ના ધરુંની વાવણી કરવામાં આવે છે. હાલમાં ઓલપાડ તાલુકામાં ડાંગરની રોપણી પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે બે હજારથી ત્રણ હજાર હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર સાત થી આઠ હજાર હેકટરથી વધુ વાવેતર થાય છે. ખેડૂતોને ડાંગરમાં સારું એવુ ઉત્પાદન મળે છે અને યોગ્ય માવજત ને લઈ રોગ જીવાતનો ઉપડ્રવ ઓછો જોવા મળે છે.

Paddy Planting : ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા

દક્ષિણ ગુજરાતમાં નવસારી જલાલપૂર થી લઈ હજીરા,ઓલપાડ,હાસોટ,થી લઈ. બારડોલી વ્યારા સુધીનાં વિસ્તારોમાં ખેડૂતો જમીનમાં ઉનાળું ડાંગરની ખેતી કરતા આવ્યા છે. ત્યારે નહેરના પાણી ને કારણે હાલમાં ખેડૂતો ડાંગરની રોપણી માં જોતરાયા છે. ત્યારે ખેડૂતો ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા રાખી રહ્યા છે.

તમે આ પણ વાચી શકો છો :

PM Modi Inagurate Temple: મંદિરના ઉદ્ઘાટન બાદ PM મોદીનું સંબોધન, કહ્યું- UAEએ માનવતાના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય લખ્યો.

તમે આ પણ વાચી શકો છો :

Akshay Kumar અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

SINGHAM 3 : જાણો ‘સિંઘમ 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : વર્ષ 2011માં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ...

Latest stories