HomeGujaratOverbridge Work On Hold : થાન સીરામીક ઉધોગકારોએ નોટામાં મતદાન કરવાનું અભિયાન,...

Overbridge Work On Hold : થાન સીરામીક ઉધોગકારોએ નોટામાં મતદાન કરવાનું અભિયાન, છેલ્લા 1 વર્ષથી ઓવરબ્રિજનું કામ સદંતર બંધ હાલતમાં – India News Gujarat

Date:

Overbridge Work On Hold : નોટા મતદાન અભિયાનમાં પ્રથમ દિવસે 100 પરિવારો જોડાયા ‘છેલ્લા 50 વર્ષથી ઉધોગકારો ભાજપ સાથે ઉભા રહ્યા છે’.

મતદાન કરવા અંગેનું અભિયાન શરૂ

થાન સીરામીક ઉધોગકારોએ નોટામાં મતદાન કરવા અંગેનું અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા 6 વર્ષથી તો ઓવરબ્રિજનું કામ નહીં થતાં સીરામીક ઉધોગકારો અને વેપારિયોમાં રોષ જોવા મળ્યો છે.

પ્રથમ દિવસે 100 પરિવારો જોડાયા

સુરંદરનાગર જિલ્લાના થાનમાં 6 વર્ષથી ચાલી રહેલું ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા સીરામીક ઉધોગકારોમાં વિરોધ દેખાયો છે. અનેક વખત રાજુવાતો કરવા છતાં કોઈ નિવારણ નહીં આવતા સીરામીક ઉધોગકારો દ્વારા લોકસભાની ચૂંટણીમાં નોટામાં મતદાન કરવા નિર્ણય લીધો છે. તે સાથે થાનના સ્થાનિક લોકો અને ઉધોગકારો રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાથી વંચિત છે જેને લઈ ઉધોગકારોમાં રોષ ફેલાયો છે. થાનમાં ઉધોગકારોના નોટા મતદાન અભિયાનમાં પ્રથમ દિવસે 100 પરિવારો જોડાયા હતા.

Overbridge Work On Hold : છેલ્લા 50 વર્ષથી ઉધોગકારો ભાજપ સાથે ઉભા રહ્યા

સાથે ઉધોગકારો અને વેપારીઓએ એવા આક્ષેપ લગાવ્યા હતા કે છેલ્લા 50 વર્ષથી ઉધોગકારો ભાજપ સાથે ઉભા રહ્યા છે છતાં ઉધોગકારો સામે સરકારે જોયું નથી. સાથે છેલ્લા 1 વર્ષથી તો ઓવરબ્રિજનું કામ સદંતર બંધ હાલતમાં છે. ગામની સગવડ માટે ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરાયું પણ ઓવરબ્રિજ દુવિધા રૂપી સાબિત થયું છે. જેને લઈને સ્થાનિકો અને ઉદ્યોગકારો દ્વારા સમગ્ર ચુંટણી દરમ્યાન નોટા માં મતદાન કરીને શાસક પક્ષ ને સબક મળે એવો ઉપાય કરવાનું નક્કી કરાયું છે..

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા


SHARE

Related stories

Latest stories