Organic Farming : સૌરાષ્ટ્રથી સુરત આવ્યા બાદ ઓર્ગેનિક ખેતી શરુ કરી. કોઈના સ્વાસ્થ્ય સામે નુકશાનકારક ના હોયએ એવી ખેતી.
શેરડીના કોલા શરૂ કરી દેશી ગોળ બનાવાયો
વાત કરીએ એક એવા પ્રગતિશીલ ખેડૂતની જેણે પિતાના રસ્તે ચાલી સૌનું ધ્યાન ખેચ્યું. પિતાના પિતાએ કહ્યું સૌરાષ્ટ્રમાં પાણી નથી અને બોરિંગ કરી સમય બગાડવા કરતા પાણીદાર વિસ્તારમાં જાવ અને ઓર્ગનિક ખેતી કરો. બસ આજ વાતથી પ્રેરાઈ સૌરાષ્ટ્રથી સુરત આવ્યા અને પાણીદાર વિસ્તારમાં જમીન રાખી ઓર્ગેનિક ખેતી કરી અને સાથે શેરડીના કોલા શરૂ કરી દેશી ગોળ બનાવાયો અને જેની માંગ દેશ વિદેશમાં જોવા મળી કોણ છૅ એ પ્રગતિશીલ ખેડૂત… જુઓ અમારો વિશેષ અહેવાલ ઓર્ગેનિક ખેતી બની સંજીવની
Organic Farming : હનુમાન દાદાનું મંદિર બનાવી દાદાના દર્શન કરી ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી
આમતો ભારત ખેતી પ્રધાન દેશ છૅ પણ આ દેશમાં ખેતી કરવી મોંઘી અને આફતરૂપ બનતા યુવાઓ ખેતી છોડીને નોકરી તરફ ભાગી રહ્યા છૅ. ત્યારે સૌરાષ્ટ્રના એક ખેડૂતે પિતાની વાતને ગંભીરતાથી લીધી અને સુરત જીલ્લામાં પાણીદાર વિસ્તારમાં જમીન લીધી. વાત જાણે એમ છૅ સૌરાષ્ટ્રના લક્ષ્મણ વાઘાસિયા સૌરાષ્ટ્રમાં જમીન ધરાવે પણ સૌરાષ્ટ્રમાં પાણીની અછત. લક્ષ્મણ વગાસિયા જયારે સૌરાષ્ટ્રમાં ખેતી માટે પોતાના ખેતરમાં કામ કરતા ત્યારે તેમના પિતાએ એટલું જ કીધું કે જ્યાં પાણી ના હોય ત્યાં બોરના કરાઈ પાણીદાર જમીનમાં જ ખેતી કરાઈ અને બસ પિતાની આ વાતને લક્ષ્મણ વગાસિયાએ મનમાં માની સુરત જિલ્લાના ઉશકેર ગામ ખાતે પાણીદાર જમીન લીધી અને ત્યાં હનુમાન દાદાનું મંદિર બનાવી દાદાના દર્શન કરી ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી અને શરૂઆતમાં તકલીફ પડી પણ આજે લક્ષ્મણ ભાઈએ ઓર્ગેનિક ખેતી કરી સૌનું દયાન પોતાની તરફ ખેચ્યું છૅ.
પિતાની જવાબદારી પુત્ર ગોવિદભાઈ વગાસિયાએ ઉપાડી લીધી
લક્ષ્મણભાઈ વગાસિયાનૉ એક સિદ્ધાંત કે એવી ખેતી કરો જેનું ઉત્પાદન કોઈના સ્વાસ્થ્ય સામે નુકશાનકારક ના હોય. બસ આજ સિદ્ધાંત લક્ષ્મણ ભાઈના દીકરા ગોવિદ ભાઈ વગાસિયા પણ વળગી રહ્યા છૅ. આજે પિતાની જવાબદારી પુત્ર ગોવિદભાઈ વગાસિયાએ ઉપાડી લીધી છૅ. ગોવિદભાઈ ઓર્ગેનિક ખેતી પાછળ પોતાનો વધુ સમય આપે છૅ. ખેતીની સાથે ગોળના કોલા ચલાવે છૅ. શેરડીના કોળા માંથી બગાસ નીકળે એ બગાસને સૂકવે છૅ. શેરડીનો વેસ્ટ કચરો અને આજુબાજુ વિસ્તારમાંથી ગાયનું ગોબર લાવીને વેસ્ટ માંથી બેસ્ટ કંપોઝ ખાતર બનાવી પોતાના ખેતરમાં આજ ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરી ઓછી મહેનતે વધુ પ્રોફિટ મેળવી રહ્યા છૅ..
Organic Farming : શુદ્ધ દેશી ગોળનું ઉત્પાદન કરે
ગોવિંદભાઇ પાલેકરના સિદ્ધાંત પર ઓર્ગેનિક ખેતી કરે છૅ. અને શુદ્ધ દેશી ગોળનું ઉત્પાદન કરે છે.. આ શુદ્ધ અને સાત્વિક કેમિકલ વગરનો ગોળ બજારમાં વેચવા જવો પડતો નથી કેમકે વિદેશમાં રહેતા લોકો આ ગોળ વગાસિયા ફાર્મ પરથી મેળવી લે છૅ. એટલે કે ગોવિદભાઈ ના ફાર્મ પરથી આ દેશી ગોળ ગ્રાહકો આવીને લઇ જાય છૅ આ ગોળ સ્વાસ્થ્ય માટે આશીર્વાદ રૂપ સાબિત થતા વિદેશમાંથી સારા ઓર્ડર મળે છૅ. ગોવિદભાઈ ગોળના જે કાર્ટૂન બનાવે છૅ કે માનવીના જીવનને શુદ્ધ કરવું હોય તો ભેળસેળ વગરનું શુદ્ધ વસ્તુ આપવું જોઈએ. ભેળસેળ કરનારા પશુ સમાન છૅ. માટે પિતાની જેમ ગોવિદભાઈ પણ હનુમાન દાદાના ભક્ત છૅ અને ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવે છૅ અને શુદ્ધ પારસમણિ જેવો દેશી ગોળ વેચે છૅ.
તમે આ પણ વાંચી સકો છો :
Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં
તમે આ પણ વાંચી સકો છો :
Education Committee: શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડના વિવિધ કામોને મંજૂરી