HomeGujaratOrgan Donation: 28 વર્ષિય બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી પાંચનું જીવન પ્રકાશમય બનશે -...

Organ Donation: 28 વર્ષિય બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી પાંચનું જીવન પ્રકાશમય બનશે – INDIA NEWS GUJARAT

Date:

Organ Donation: અંગદાનના મામલામાં દેશ અને દુનિયામાં જાણીતા થયેલા સુરતમાં વધુ એક મહિલા બ્રેનડેડ જાહેર થતાં કરેલા અંગદાનથી પાંચ વ્યક્તિના જીવનમાં ઉજાશ ફેલાયો હતો. મહિલાના મૃત્યુ બાદ બંને કિડની લીવર અને ચક્ષુઓનું દાન કરાયું હતું.

Organ Donation: ટવિન્સ ભાઈ બહેને માતા ગુમાવી

ટેકસ્ટાઈલ અને ડાયમંડ સીટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે ત્યારે સુરતમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. પટેલ સમાજના કિકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય મહિલાના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાને જુડવા બાળકો છે. ​​​​​​​મૂળ અમરેલી જિલ્લાના પુંજાપાદર ગામના અને સુરતના મોટા વરાછા ખાતે રહેતા 28 વર્ષીય ​​​​​​​પીનલબેન મૌલિકભાઈ કિકાણી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, પતિ, 7 વર્ષના જુડવા દીકરો અને દીકરી, જેઠ અને જેઠાણી છે. સંતાનમાં ટ્વિન્સ છે, દીકરો હેતાંશ અને દીકરી હિરવા ધો.1માં અભ્યાસ કરે છે.

ગત 24 માર્ચ 2024ના રોજ સવારે 10 વાગ્યે પોતાના બાળકોને ટ્યુશન માંથી મૂકીને પીનલબેન ઘરે આવ્યા હતા. ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે, મને મારી તબિયત ઠીક લાગતી નથી એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. જ્યારે ફરી બાળકોને ટ્યુશન માંથી લેવા જવાનો સમય થયો ત્યારે તેમના સાસુ દ્વારા તેઓને જગાડવા માટે ગયા ત્યારે જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, દરવાજો અંદરથી લોક હતો. ​​​​​

મહિલા બ્રેનડેડ જાહેર કરાતા કરાયું અંગદાન

પાડોશમાં રહેતા સંજયભાઈ પદમાણીને તેઓએ બોલાવ્યા હતા, તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બેડરૂમની અંદર પ્રવેશતા સાસુએ જોયું તો પીનલબેન ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં લાગતા હતા એટલે તેઓએ તેમના બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક સુરત, વરાછા રોડ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યા પીનલબેનની પરિસ્થિતિ જોતા ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.

આશરે 4 દિવસની સારવાર કર્યા બાદ પિનલ બેનને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. પીનલબેનને બ્રેઇનડેડ જાહેર કરાતા દર્દીના પરિવારના દરેક સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી. ​​​​​​અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા કિકાણી પરિવારના આ અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું છે.

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

આ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories