HomeGujaratShare Market Opening Bell:Sensex 58910 ઉપર ખુલ્યો-India News Gujarat

Share Market Opening Bell:Sensex 58910 ઉપર ખુલ્યો-India News Gujarat

Date:

Opening Bell : નબળાં વૈશ્વિક સંકેત છતાં શેરબજારની મજબૂત શરૂઆત, Sensex 58910 ઉપર ખુલ્યો-India News Gujarat

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલેકે મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો.

Sensex 388.20 અંક મુજબ 0.66% ઘટીને 58,576.37 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 144.65 અથવા 0.82% પોઈન્ટ ઘટીને 17,530.30 પર બંધ થયો હતો.

નબળા વૈશ્વિક સંકેત છતાં ભારતીય શેરબજાર(Share Market) આજે લીલા નિશાનમાં ખુલ્યું(Opening Bell) છે. સેન્સેક્સ(Sensex Today) 0.57% અને નિફટી(NIfty Today) 0.40% વધારા સાથે કારોબારનો પ્રારંભ કર્યો છે.

આજે સેન્સેક્સ 58,910.74 ઉપર ખુલ્યો હતો જે ગઈકાલના બંધ સ્તર કરતા 334 અંક ઉપર છે.

છેલ્લા સત્રમાં સેન્સેક્સ 388.20 અંક મુજબ 0.66% ઘટીને 58,576.37 પર બંધ રહ્યો હતો.

નિફટીની વાત કરીએતો મંગળવારે નિફ્ટી 144.65 અથવા 0.82% પોઈન્ટ ઘટીને 17,530.30 પર બંધ થયો હતો.

આજે ઇન્ડેક્સ 70 અંક ઉપર 17,599.90 ની સપાટીએ ખુલ્યો હતો.

Share Market Opening Bell: વૈશ્વિક સંકેત નબળાં

છેલ્લા ટ્રેડિંગ સેશનથી વૈશ્વિક બજારમાં નબળાં સંકેતો જોવા મળ્યા હતા.

અમેરિકી બજાર બીજા દિવસે પણ લાલ નિશાન સાથે બંધ થયા છે.

ડાઉ જોન્સમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.

ડાઉ જોન્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 450 પોઈન્ટ સરકીને 90 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો.

નાસ્ડેકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને આ ઇન્ડેક્સ 3 ટકા ઘટ્યો હતો.

અમેરિકી બજારોમાં સ્મોલકેપમાં ખરીદારી જોવા મળી હતી.

મોંઘવારી વધવાની અસર બજાર પર પડી હતી. આ સિવાય યુરોપના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ 0.5 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.

એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ શરૂઆતના સમયમાં વેચવાલી જોવા મળી રહી છે.

SGX નિફ્ટીમાં 50 પોઈન્ટનો નજીવો ઘટાડો છે.

Share Market Opening Bell : કોમોડિટીઝ અપડેટ

  1. ગઈકાલે સાંજે તેલ 6% ઉછળ્યું હતું. બ્રેન્ટ 105 ડોલર વટાવી ગયું
  2. ચીનની માંગ અને વૈશ્વિક પુરવઠાની ચિંતાઓને પગલે તેલમાં તેજી
  3. કોવિડ પ્રતિબંધ હટાવવાની પ્રક્રિયા ચીનના શાંઘાઈમાં શરૂ કરાઈ
  4. યુએસમાં મોંઘવારી ના ડેટા પછી ડોલર વધ્યો, સોનામાં ખરીદી નીકળી
  5. ડૉલર ઇન્ડેક્સ 2 વર્ષની ટોચે પહોંચ્યો

Share Market Opening Bell : FII-DII ડેટા

12 એપ્રિલના ટ્રેડિંગ સત્ર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શેરબજારમાંથી રૂ. 3128.39 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 870.01 કરોડનું રોકાણ કર્યું હતું.

છેલ્લા સત્રનો કારોબાર

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલેકે મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સ 388.20 અંક મુજબ 0.66% ઘટીને 58,576.37 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 144.65 અથવા 0.82% પોઈન્ટ ઘટીને 17,530.30 પર બંધ થયો હતો.

સેન્સેક્સ 221 પોઈન્ટના ઘટાડા સાથે 58,743 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 90 પોઈન્ટના ઘટાડા સાથે 17,584 પર ખુલ્યો હતો.

સમગ્ર ટ્રેડિંગ દિવસ દરમિયાન સેન્સેક્સે 58,794.78ની ઊંચી અને 58,298.57ની નીચી સપાટી બનાવી હતી.

આજે સેન્સેક્સ અને નિફ્ટીના મોટાભાગના શેર ગબડ્યા હતા.

તમે પણ આ વાંચી શકો છો –

Stock Market-રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડ રૂપિયાનો વધારો

તમે પણ આ વાંચી શકો છો –

SIP Set New Record- મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં 44%નો બમ્પર ઉછાળો

SHARE

Related stories

Latest stories