Opening Bell : બે દિવસની તેજી બાદ આજે કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 57531 ઉપર ખુલ્યો-India News Gujarat
- 21 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 713.69 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2823.43 કરોડનું રોકાણ કર્યું હતું.
- નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં પણ આજે શરૂઆત નબળી(Opening Bell) રહી છે. સતત બે દિવસની તેજી બાદ બજાર આજે લાલ નિશાન નીચે ખુલ્યું છે.
- ગુરુવારે સેન્સેક્સ 874.18 પોઈન્ટ્સ અથવા 1.53 ટકાના વધારા સાથે 57,911.68 પર બંધ રહ્યો હતો આજે ઇન્ડેક્સ 379.73 પોઇન્ટ અથવા 0.66% ટકા નીચે 57,531.95 ઉપર ખુલ્યો હતો તો બીજી તરફ નિફ્ટીએ છેલ્લા સત્રમાં 256.05 પોઈન્ટ અથવા 1.49 ટકાના વધારા સાથે 17,392.60 પર કારોબાર સમેટયો હતો.
- આજે નિફટીએ 49.85 અંક અથવા 0.86% ઘટાડા સાથે 17,242.75 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો
શેરબજારની છેલ્લી સ્થિતિ(9.20 AM ) | |
SENSEX | 57,262.58 −649.10 (1.12%) |
NIFTY | 17,210.35 −182.25 (1.05%) |
એક નજર કારોબારના ઉતાર – ચઢાવ ઉપર
SENSEX | NIFTY | ||
Open | 57,531.95 | Open | 17,242.75 |
High | 57,531.95 | High | 17,253.85 |
Low | 57,244.83 | Low | 17,196.05 |
Prev close | 57,911.68 | Prev close | 17,392.60 |
52-wk high | 62,245.43 | 52-wk high | 18,604.45 |
52-wk low | 47,204.50 | 52-wk low | 14,273.30 |
વૈશ્વિક સંકેત નબળાં મળ્યા
- વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેત મળી રહ્યા છે. યુએસ માર્કેટની વાત કરીએ તો ડાઉ જોન્સ 370 પોઈન્ટ ઘટીને દિવસના નીચા સ્તરે બંધ થયો છે જ્યારે નાસ્ડેક 2 ટકા તૂટ્યો છે.
- આઇટી શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને યુએસ માર્કેટમાં 1-2 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે યુએસ માર્કેટની શરૂઆત સારી રહી હતી પરંતુ બાદમાં ઘટાડો વધ્યો હતો.
- Netflixનો શેર ફરીથી 3.5 ટકા લપસ્યો છે. યુરોપના બજારોની વાત કરીએ તો મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ફેડના ચેરમેનના નિવેદન બાદ અમેરિકી બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ફેડનું ધ્યાન મોંઘવારીને નિયંત્રિત કરવા પર છે. બીજી તરફ એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ વેચવાલીનું પ્રભુત્વ જોવા મળે છે.
- SGX નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ઈન્ડેક્સ 228 પોઈન્ટના ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યો છે.
FII-DII ડેટા
- 21 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 713.69 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2823.43 કરોડનું રોકાણ કર્યું હતું.
કોમોડિટીઝ અપડેટ
- ગઈ સાંજના 2% રિબાઉન્ડ પછી બ્રેન્ટ 108 ડોલર ની નજીક પહોંચ્યું
- કુદરતી ગેસમાં ખરીદી નીકળી
- હળવી ખરીદી સાથે સોનું 1950 ડોલર થી ઉપર
- બેઝ મેટલ્સમાં તેજી
સરકાર આ સપ્તાહે IPOની તારીખ અંગે નિર્ણય લઈ શકે છે
- જીવન વીમા કોર્પોરેશન (LIC)ના પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ અંગે સરકાર આ અઠવાડિયે નિર્ણય લે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર IPO સંબંધિત મોટા ભાગનું ગ્રાઉન્ડ વર્ક પૂરું થઈ ગયું છે પરંતુ આખરી નિર્ણય લેતા પહેલા આ અઠવાડિયે ઈશ્યૂ પ્રાઇસ અંગે સંભવિત એન્કર રોકાણકારોના પ્રતિભાવની સમીક્ષા કરવામાં આવશે.
- સરકારની યોજના માર્ચ 2022 સુધીમાં IPO લાવવાની હતી, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ ગયું અને સરકાર વેઈટ એન્ડ વોચ મોડમાં ગઈ. હવે જ્યારે બજાર ફરી સુધર્યું છે અને સેન્ટિમેન્ટ પોઝિટિવ આવ્યું છે ત્યારે સરકારે ફરીથી IPO લાવવાની તૈયારી શરૂ કરી છે. આ મહિનાની શરૂઆતમાં સરકારે FDI નિયમોમાં સુધારો કરીને LICમાં 20% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ને મંજૂરી આપી હતી.
છેલ્લા સત્રનો કારોબાર
- ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી આજે લીલા નિશાનમાં ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 874.18 પોઈન્ટ્સ અથવા 1.53 ટકાના વધારા સાથે 57,911.68 પર બંધ રહ્યો હતો.
- બીજી તરફ નિફ્ટી 256.05 પોઈન્ટ અથવા 1.49 ટકાના વધારા સાથે 17,392.60 પર બંધ થયો હતો.
- બીજી તરફ ઈન્ટ્રાડેમાં સેન્સેક્સ 954 પોઈન્ટ વધીને 57,991.5 પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી 50 પણ 17,414.7ની સપાટીને સ્પર્શ્યો હતો.
તમે આ પણ વાંચી શકો છો–
Opening Bell :Sensex 57458 ઉપર ખુલ્યો
તમે આ પણ વાંચી શકો છો–
Opening Bell : 2 દિવસના ઘટાડા બાદ Share Bazaarની મજબૂત શરૂઆત