Bridge city115 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો
Bridge City સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બ્રિજ મહત્વના સાબિત થયા છે. શહેરમાં વધુને વધુ બ્રિજનું (Bridge City) આયોજન કરીને દુરંદેશીનો પરિચય મનપાના તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. આજે નાના વરાછા કલાકુંજથી મોટા વરાછા યમુનાચોકને જોડતો તાપી નદી પરના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ 115 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ બનવાથી આ વિસ્તારના અંદાજે અઢી લાખ લોકોને ઉપયોગી બનશે.-India News Gujarat
ધનુષ આકારમાં બનેલાBridgeની કુલ લંબાઇ 1.45 કિમી હોવાનું સૂત્રોએ ઉમેર્યું-India News Gujarat
ધનુષ આકારમાં બનેલો આ Bridge ગુજરાતનો પ્રથમ બ્રિજ હશે એવો પાલિકાએ દાવો કર્યો છે. તાપી નદી ઉપર સાકાર થઇ રહેલા આ Bridge બની જતા લગભગ અઢી લાખ લોકોનો ઘણો મોટો ફાયદો થશે. આ Bridge વરિયાવ છેડે આઉટર રિંગ રોડને કનેક્ટ કરી દેશે. જેથી આઉટર રિંગ રોડ જવા કે ત્યાંથી શહેરમાં પ્રવેશવા માટે આ બ્રિજ ઘણો ઉપયોગી સાબિત થશે. આ Bridgeની કુલ લંબાઇ 1.45 કિમી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.-India News Gujarat
4 મહત્વના Bridge-ફ્લાયઓવર શહેરીજનો માટે ખુલ્લા મુકાશે
હાલમાં સુરત મહાનગરપાલિકાના Bridge સેલમાં ચાલી રહેલા બીજા 3 પ્રોજેકટ પણ ખૂબ મહત્વના સાબિત થવા જઈ રહ્યા છે. જેમાં રીંગરોડ અને સહારા દરવાજાના ટ્રાફિકની સમસ્યાને નિવારવા સહારા દરવાજા જંકશન, મોટા વરાછા અને નાના વરાછાને જોડતો તાપી નદીનો તેમજ ફ્લાયઓવર બ્રિજ અને વેડ વરિયાવ બ્રિજ પણ આવનારા છ મહિનામાં એટલે કે ડિસેમ્બર સુધી ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. બ્રિજ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં આગામી સમયમાં 4 મહત્વના બ્રિજ-ફ્લાયઓવર શહેરીજનો માટે ખુલ્લા મુકાશે.
આ ચારેય બ્રિજ શહેરમાં વધી રહેલા વાહનવ્યવહારને હજી સરળ બનાવશે, જેમાં રિંગ રોડ પર સહારાદરવાજા પાસે સાકાર થઇ રહેલો રેલવે કમ ફલાય ઓવરબ્રિજ, વરાછા કલાકુંજથી મોટાવરાછાને જોડતો રિવર બ્રિજ તથા ખાડી બ્રિજ તેમજ વેડથી વરિયાવને જોડતો રિવર બ્રિજ અને ઓલપાડ રોડ પર સરોલી ખાતે તૈયાર થઇ રહેલો રેલવે બ્રિજનો સમાવેશ થાય છે.-India News Gujarat
તમે પણ આ વાંચી શકો છો – bridge city સુરતમાં 480 કરોડના ખર્ચે વધુ 4 નવા બ્રિજ ધમધમતા થશે
તમે પણ આ વાંચી શકો છો – મજૂર દિન LABOUR DAY