નવસારીમાં પણ હવે ક્રાઇમરેટમાં વધારો
જાહેરમાં યુવક પર હુમલો કરીને હત્યાનો બનાવ
બાઇક પર જતાં યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારાયો
પોલિસે નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી
નવસારી જિલ્લામાં ક્રાઈમના વધી રહેલા કિસ્સાઓ પોલીસ માટે પડકારરૂપ બની રહ્યા છે 15 દિવસમાં ત્રણ મોટી ક્રાઈમની ઘટનાઓ ઘટી છે હવે ફરી ચીખલી તાલુકાના થાલા ગામના કોલેજ સર્કલ પાસે અજાણ્યા ઈસમોએ યુવાનની સરા જાહેર હત્યા કરી ફરાર થઈ જતા પોલીસની ઊંઘ હરામ થઈ છે….
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામે કોલેજ સર્કલ પાસે વિનય પટેલ નામના 42 વર્ષે યુવકને બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ તીક્ષણ હથિયારો વડે જાહેરમાં માર મારી હત્યા કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે મૂળ થાલા ગામના અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરતા વિનય પટેલ બાઈક પર જય રહ્યા હતા તે દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા ઈસમો એ આતરી તીક્ષણ હથિયાર વડે માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બાઈક પર આવેલા અજાણ્યા ઈસમો હત્યા બાદ ગાડી ફેંકીને ફરાર થઈ ગયા હતા.. જાહેરમાં હત્યા કરી ફરાર થઈ જવાની ગંભીર ઘટનાને પગલે નવસારી જિલ્લા પોલીસવડા સહિતની ટીમો ગામે પહોંચી ગઈ હતી અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ના નાકાબંધી કરી આરોપીઓને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે
પોલીસે સોશિયલ ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરાઓની મદદથી આરોપીઓની ઓળખ કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે જિલ્લા પોલીસવડાએ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી તથા અન્ય પોલીસ વિભાગની ત્રણ જેટલી ટીમો બનાવીને આરોપીઓને શોધવાની કવાયત આદરી હતી.. જ્યારે મૃતક વિનયના પોસ્ટમોર્ટમ બાદ પરિવાર દ્વારા આરોપીને જ્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતક વિનય ની બોડી સ્વીકારવા નો ઇનકાર કરી દીધો હતો ત્યારે પોલીસ એક્સન માં આવી હતી અને બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હોવાની જાણકારી આપી હતી.. પોલિસે જણાવ્યું હતું કે હત્યા માં સામેલ એવા વશિષ્ઠ પટેલ અને રાહુલ રબારી નામના ઇસમોને રાઉન્ડ કર્યા છે અને અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ હોવાની વાત કરી હતી..
આરટીઆઇ એક્ટિવિસ્ટને સરા જાહેર હત્યા કરી ફરાર થઈ જવાની ઘટના પોલીસ માટે પડકારરૂપ બની છે ત્યારે બે આરોપીને ઝડપી પાડ્યાના ખુલાસા બાદ હજી એક આરોપી ને ઝડપી પાડવા પોલિસે કમર કસી રહી છે..