No Water For Consumption: વિકાસની મોટી મોટી વાતો કરતી સુરત મહાનગર પાલિકા રહિસઓને પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. પાલિકાનાં વોર્ડ નંબર 30માં સ્થાનિકો પાણી માટે વલખાં મારતા નજરે પડ્યા હતા તો જવાબદાર અધિકારી અને પદાધિકારી સ્થાનિકોની સમસ્યા સંબંધે કોઈ જવાબ આપવા તૈયાર નથી.
મીઠા પાણી જગ્યાએ ખારું પાણી
સચિન વિસ્તારને સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયાને 3વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં સચિન વિસ્તારનાં લોકોને પાણીની સમસ્યા દૂર થઈ નથી. સચિન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા મીઠાં પાણીની જે જૂની સમસ્યા હતી તે માટે પાલિકા દ્વારા વહેલી તકે સચિન માં લોકોને મીઠું પાણી મળી રહેશે એવી જાહેરાત કરી હતી. પણ જે વર્ષોથી લોકોનાં ઘર વપરાશ માટે ખારું પાણી આપવામાં આવતું હતું એ પણ લોકોને હાલ મળી રહ્યું નથી. લોકોને ઘર કામ અને બીજા કમો કરવા માટે પાણી નથી મળતું એવી રજુવાત સુરત મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર 30 માં આવેલ આનંદ મગલ સોસાયટીનાં રહીશો દ્વારા કરવામાં આવી હતી.
No Water For Consumption: ત્રણ મહિનાથી ફરિયાદ કર્યા બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં
સ્થાનિકોનું કેવું છે કે પાછલા 4 મહિનાથી જે ઘર વપરાશ માટે ખારું પાણી એમને મળતું હતું તે પણ હાલ મળી નથી રહ્યું. અને વારંવાર સુરત મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસે ફરિયાદ કરતા પણ કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી. એક તરફ સુરત મહાનગરપાલિકા વિકાસ અને સર્વશ્રેષ્ઠ કાર્યની વાહવાહી લૂંટવામાં મસગુલ છે. જ્યારે જમીની હકીકત તેનાથી અલગજ બહાર આવતી હોય છે. સમગ્ર મામલે ઈન્ડિયા ન્યુસ ગુજરાતનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: