HomeGujaratNew Police Station: ભેસ્તાનમાં કમિશ્નરના હસ્તે નવા પોલીસ સ્ટેસનનું ભૂમિપૂજન, આધુનિક સુવિધા...

New Police Station: ભેસ્તાનમાં કમિશ્નરના હસ્તે નવા પોલીસ સ્ટેસનનું ભૂમિપૂજન, આધુનિક સુવિધા સાથે નિર્માણ થશે પોલીસ સ્ટેસન – INDIA NEWS GUJARAT

Date:

New Police Station: સુરતની જનસંખ્યા જે રીતે વધી રહી છે ત્યારે બનતી ઘટનાઓ અને ક્રાઇમને કંટ્રોલ કરવા માટે સુરત પોલીસ વિભાગ દ્વારા કેટલાક નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવી રહ્યા છે ત્યારે ભેસ્તાન ખાતે નવા પોલીસ સ્ટેશનનું ખાત મુહૂર્ત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા કરવામાં આવ્યું હતું.

ભેસ્તાન ખાતે નવા પોલીસ ભવન માટે ભૂમિપૂજન

શહેર પોલીસ ક્રાઈમને શોધવામાં જ્યારે અવલ બની રહી છે પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વસ્તી વધારો થઈ રહ્યો હોય ત્યારે અલગ અલગ કેટલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે જેમાંનું એક ભેસ્તાન ખાતે ૩ લાખની વસ્તીમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવી હતી. જે ત્રણ લાખની વસ્તીમાં પોલીસ ક્રાઇમની ઘટના જગ્યાએ સમય પર પહોંચી શકે અને વધુમાં વધુ ગુનાઓને ડામી શકે તે હતુંથી સરકાર દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનનું નવ નિર્માણ કરવા ફાળવેલ ભેસ્તાન ચાર રસ્તા પર આવેલ જમીન પર શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

તમામ સ્ટાફને ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શાંતિ બની રહે તેવા પ્રયાસો કરે એવી જાહેર મંચ પરથી સૂચનાઓ આપવામાં આવી હતી અને સાથે સાથે જનતાને પણ પોલીસને સાથસહકાર આપવા અને કોઈ ઘટના બની હોય કે કોઈ વ્યક્ત ક્રાઇમનો ભોગ બન્યો હોય તો ગભરાયા વગર પોલીસ પાસે આવી પોતાની ફરિયાદ કરી શકે તેવી નાગરિકોને સાંત્વના આપી હતી.

New Police Station: સુવિધા અને સુરક્ષા માં વધારો

સુરત શહેરમાં હાલ વિવિધ પ્રાંત અને શહેરો માંથી લોકો રોજગારીની તલાસ માં આવતા હોય છે. ત્યારે અનેક વ્યક્તિ ગુનાહિત માનસિકતા સાથે અહિયાં રહીને ગુનો આચરી શકે એવા સંજોગો ઊભા થતાં હોય છે. એટલેજ જેમજેમ વસ્તી માં વધારો નોંધાય છે એમ પોલીસના સંખ્યા બળ સાથે સુવિધામાં વધારો કરવો ખૂબ જરૂરી થાય છે અને એજ વાતને ધનમાં રાખી સતત સુરત પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેસનો ને અત્યંત આધુનિક સુવિધા થી સજ્જ કરીને નાગરિકોની સુવિધા અને સુરક્ષા માં વધારો કારવનો પ્રયાસ થઈ રહ્યો છે અને એના કારણે જ શહેરમાં ક્રાઇમ માં વધારો નોંધાય છે પરંતુ એને કંટ્રોલ કરવામાં પોલકિસને સફળતા પણ મળી રહી છે.

તમે આ પણ વાચી શકો છો :

INDI Alliance Update: TMC મહાગઠબંધનને આપશે ફટકો?

તમે આ પણ વાચી શકો છો :

Lalu ED Update: EDનો મોટો ખુલાસો

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories