HomeGujaratNegligence Of Canal Department : નહેર વિભાગની લાપરવાહીનો શિકાર થતું ગામ નહેરમાં...

Negligence Of Canal Department : નહેર વિભાગની લાપરવાહીનો શિકાર થતું ગામ નહેરમાં ઠેરઠેર ગાબડાં પડતાં નહેરનું પાણી ગામમાં ઘૂસ્યું – India News Gujarat

Date:

Negligence Of Canal Department : ઘર અને વાડામાં નહેરના પાણી ઘૂસી જતાં ભારે હાલાકી નહેર વિભાગના અધિકારી સમગ્ર સ્થિતિથી બેફિકર.

કોઈપણ જવાબદાર અધિકારી આ મામલે જવાબ આપવા તૈયાર નથી

આમોદ તાલુકાના નવા દાદાપોર ગામે વેહતી કેનાલના પાણી લોકોના ઘરોમાં વાડામાં અને ખેતરોમાં ફરી વરતા ભારે તારાજી સર્જાઈ ગઈ છે. છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું સાથે જ કોઈપણ જવાબદાર અધિકારી આ મામલે જવાબ આપવા તૈયાર નથી.

લોકોમાં તંત્ર વિરૂદ્ધ ભારે આક્રોશ જોવાં મળી રહ્યો છે

આમોદનાં દાદાપોર ગામે નહેરનાં પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.. આ મુદે આમોદ નહેર નિગમ અધિકારીને વારંવાર મૌખિક અને ટેલીફોનિક જાણ કરવા છતાં આજદિન સુધી નવા દાદાપોર ગામના લોકોનું કોઈપણ પ્રકારનું નિરાકરણ માટે અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા નથી જેનાં પગલે લોકોમાં તંત્ર વિરૂદ્ધ ભારે આક્રોશ જોવાં મળી રહ્યો છે. જયારે મજૂરી કામ કરી પોતાનું પેત્યું રડતા ગરીબ લોકો બીમારીઓનાં પણ શિકાર બને તેવી દેહસત લોકો માં ફેલાવા પામી છે ત્યારે હાલ પાણીના વેલફાળ સહિત નહેરની દુરુસ્તી ની કામગીરીની જવાબદારી સ્વીકારવા કોઈ અધિકારી તૈયાર નથી. અને નહેરો આ રીતે ગમે ત્યાં વહેવાનો સિલસિલો અવિરત ચાલુ છે.. અને ગામના રહેવાસીઓ આ સમસ્યા થી હેરાન પરેશાન થઈ રહ્યા છે.

Negligence Of Canal Department : સમગ્ર દેશમાં પાણી બચાવો અને જીવન બચાવોનાં સૂત્રોનો પોકાર

આમોદ તાલુકાની નહેરોમાં મોટાંમોટાં ગાબડાં પડી ગયેલ હોઈ તેમજ ગાંડા બાવળનુ સામ્રાજ્ય સર્જાયેલ હોય અને કચરાની સાફ સફાઈ પણ કરવામાં આમોદ તાલુકા નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ ગયું હોઈ તેમ ગામે ગામ આ મુદ્દે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે તંત્ર દ્રારા સમગ્ર દેશમાં પાણી બચાવો અને જીવન બચાવોનાં સૂત્રોનો પોકાર કરવામાં આવી રહ્યા છે જે સુત્રો પણ હવે જાડી ચામડી ધરાવતા અધિકારીઓ ના પાપે કારગર નીવડે તેમ રહ્યા નથી અને સત્વરે આ સમસ્યાથી છુટકારો મળે એવું કોઈ ચિન્હો હાલ દેખાઈ નથી રહયા એવું નવા દાદાપોર ગામની પરિસ્થિતિ જોતાં લાગી રહ્યું છે.

તમેં આ પણ વાચી શકો છો :

Indo-UAE Relations: ઇકોનોમિક કોરિડોર અને રોકાણ માટે ડીલ

તમેં આ પણ વાચી શકો છો :

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધી કોંગ્રેસને ન બચાવી શક્યા

SHARE

Related stories

Latest stories