HomeGujaratNawapur PI Caught Taking Bribe : મહારાષ્ટ્રના નવાપુર પીઆઇ લાંચ લેતા ઝડપાયા,...

Nawapur PI Caught Taking Bribe : મહારાષ્ટ્રના નવાપુર પીઆઇ લાંચ લેતા ઝડપાયા, ગુજરાતનાં પ્રોહિબિશનના આરોપી પાસે માંગી હતી લાંચ – India News Gujarat

Date:

Nawapur PI Caught Taking Bribe : સ્થાનિક લોકો દ્વારા પીઆઇનો ભારે આક્રોશ સાથે હુરિયો બોલાવાયો પીઆઇ દ્વારા આરોપી પાસે 2.50 લાખની માંગી હતી લાંચ.

આરોપી જોડે બચાવવાના ₹2,50,000 ની લાંચની માંગ કરી

તાપી જિલ્લાના અડીને આવેલ મહારાષ્ટ્રના નવાપુર પોલીસ મથકના પી.આઇ 50,000 ની લાંચ લેતા નાસિક એ.સી.બીના ખાતે રંગેહાથે ઝડપાયો છે. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથકમાં પ્રોહિબીકેશન ગુનાનો ફરાર આરોપીને શોધવા માટે તાપી એલ.સી.બી ટીમ નવાપુર શહેરમાં તપાસે ગઈ હતી ત્યારબાદ ફરાર આરોપીને બચાવવા માટે નવાપુર શહેરના પી.આઈ દ્વારા આરોપી જોડે બચાવવાના ₹2,50,000 ની લાંચની માંગ કરી હતી..

જ્ઞાનેશ્વર વારે વિરુદ્ધ ભારે સૂત્રોચાર સાથે હુર્યો બોલાવ્યો

તાપી જિલ્લાના સોનગઢ અને ઉચ્છલ તાલુકાને અડીને આવેલ મહારાષ્ટ્ર નવાપુર શહેર નાં પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર વારે દ્વારા આરોપીને બચાવવા માટે આરોપી જોડે ₹2,50,000 ની રકમની માંગ કરી હતી જેમાં એક લાખ લીધા બાદ બાકી રહેલા રકમમાં 50,000 લેવા જતા લાલચી પીઆઈ જ્ઞાનેશ્વર વારે નાસિક એસીબીના ટીમની નજરે આરોપી પક્ષ જોડે લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો આ બનાવમાં નંદુરબાર જીલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે બીજી તરફ નવાપુર શહેરના પી.આઈ જ્ઞાનેશ્વર વારેથી ત્રસિત આમ જનતાએ નવાપુર પોલીસ મથકે પહોંચી લાલચી પીઆઇ જ્ઞાનેશ્વર વારે વિરુદ્ધ ભારે સૂત્રોચાર સાથે હુર્યો બોલાવ્યો હતો અને પોલીસ વાલા ગુંડા સહિતના અન્ય સૂત્રો સાથે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો.

Nawapur PI Caught Taking Bribe : લાંચની રકમ 50,000 લેવા જતા નાશિક એ.સી.બીનાં હાથે ઝડપાઈ ગયો

આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો નવાપુર પોલીસ મથકનાં બહારના દ્રશ્યો જેમાં નવાપુર પીઆઇની કેવી કામગીરી હશે જેનાથી ગામની આમ જનતા ત્રાસી ગઈ હશે ત્યારે ભારે આક્રોશ વ્યક્ત કરી રહી છે નવાપુર પીઆઇને પોલીસ પ્રોટેક્શન વચ્ચે પોલીસ મથકથી બહાર ACB ની ટીમએ લઈ જવું પડી રહ્યું છે પોલીસ ગાડીમાં લઈ ગયા બાદ જનતા પોલીસ ગાડીની પાછળ ભાગે છે અને પોલીસ વાલા ગુંડા સહિતના નારા લગાવી રહી છે જનતા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત તે દ્રશ્યો પણ હાલ સ્ક્રીન પર જોઈ શકો છો…. નવાપુર પી.આઇ લાંચની રકમ 50,000 લેવા જતા નાશિક એ.સી.બીનાં હાથે ઝડપાઈ ગયો છે તો બીજી તરફ પી.આઈથી ત્રાસીત નવાપુરનાં ગ્રામજનોએ નવાપુરા પોલીસ મથકે પહોંચી લાલચી અધિકારી વિરુદ્ધ ભારે હુર્યો બોલાવ્યો હતો જે દ્રશ્યો આપ જોઈ શકો છો…

તમે આ પણ વાંચી સકો છો :

Blood Sugar Control : સુગરને કંટ્રોલમાં રાખવા માટે સૂતા પહેલા આ પાંચ કામ જરૂર કરો

તમે આ પણ વાંચી સકો છો :

Kidney Health Tips : કિડનીના સારા સ્વાસ્થ્ય માટે અજમાવી જુઓ આ ટિપ્સ

SHARE

Related stories

Latest stories